ક્યાંથી આવે છે એલન મસ્ક પાસે આટલા પૈસા? એક જ વર્ષમાં 245 અબજ ડોલર વધ્યા
- મસ્કની સંપત્તીમાં અનગળ વધારો
- એક જ વર્ષમાં 245 અબજ ડોલરની કમાણી
- વર્ષાંત સુધીમાં 500 અબજ ડોલરની કમાણીની શક્યતા
નવી દિલ્હી : એક વર્ષ દરમિયાન એલન મસ્કની સંપત્તીમાં ધુંવાધાર વધારો થયો છે. તેમણે ન એક વર્ષમાં 245 અબજ ડોલરની કમાણી કરી પરંતુ તેની કંપનીના શેરમાં પણ આગઝરતી તેજી જોવા મળી અને તેના કારણે તેમની નેટવર્થમાં પણ તગડો વધારો થયો હતો
નેટવર્થ 500 અબજ ડોલરને આંબે તેવી શક્યતા
હાલમાં જ એલન મસ્કની સંપત્તીમાં તગડો વધારો થયો અને તેમની કૂલ નેટવર્થ 400 અબજ ડોલરની પાર જતી રહી છે. જેના કારણે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે એકવાર ફરીથી એલન મસ્ક એક મોટો રેકોર્ડ બનવવાની ખુબ જ નજીક છે. મસ્કની સંપત્તી હવેટુંક જ સમયમાં વધીને 500 અબલ ડોલર થઇ શકે છે. બ્લૂમબર્ગ બિલિયોનેરના અનુસાર હાલ મસ્કની નેટવર્થ 474 અબજ ડોલર થઇ ચુકી છે. એક દિવસમાં સંપત્તી 19.2 અબજ ડોલર વધી હતી.
આ પણ વાંચો : Vanuatu Earthquake : 7.3 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી
એક વર્ષ દરમિયાન મસ્કની સંપત્તીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેમણે એક વર્ષ દરમિયાન જ 245 અબજ ડોલરની કમાણી કરી છે. તેમની કંપનીના શેરમાં શાનદાર તેજીના કારણે તેમને એક વર્ષ દરમિયાન આટલી તગડી કમાણી કરી.
બીજા નંબર પર આ ઉદ્યોગપતિ
વિશ્વમાં એલન મસ્ક સૌથી અમીર વ્યક્તિ છે તેમના બાદ જેફ બેઝોસ છે જેની કૂલ સંપત્તી 251 અબજ ડોલરની છે અને આ વર્ષે તેમણએ 74.5 અબજ ડોલરની કમાણી કરી છે. માર્ક જુકરબર્ગ ત્રીજા નંબર પર આવે છે, જેની સંપત્તી આ વર્ષે અત્યાર સુધીમાં 92.6 અબજ ડોલર વધી છે અને તેમની નેટવર્થ 221 અબજ ડોલર છે. આ મસ્કની આ વર્ષની કમાણી કરતા પણ ઓછી છે.
આ પણ વાંચો : Bhavnagar: હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ અથડાઈ; ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 13 ઈજાગ્રસ્ત
મસ્કની સંપત્તીમાં આટલો મોટો ઉછાળો કેમ
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને એલન મસ્કે ખુલ્લુ સમર્થન આપ્યું હતું. ટ્રમ્પ જીતી ગયા અને મસ્કની કંપનીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના આંકડા અુસાર 5 નવેમ્બર, 2024 ના રોજ મસ્કની સંપત્તી 264 અબજ ડોલર હતી. આશરે 40 દિવસમાં જ મસ્કની સંપત્તી 210 અબજ ડોલર ઉછળી હતી. આ વર્ષે તેમની સંપત્તીમાં 107.1 ટકાનો વધારો જોવા મળ્યો.
ક્યાંથી આવી રહ્યા છે મસ્ક પાસે પૈસા?
મસ્ક ટેસ્લાના 13 ટકાના માલિક છે. તેના શેર રોકેટ ગતિથી આગળ જઇ રહ્યા છે. એક મહિનામાં 36 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. જેના કારણે તેમની સંપત્તીમાં પણ વધારો થયો છે. મસ્ક સ્પેસના લગભગ 42 ટકાના માલિક છે. આ કંપની પણ કમાલ કરી રહી છે. જેના ઉપરાંત તેમની પાસે એક્સ કોર્પના પણ લગભગ 79 ટકાની માલિકી છે.
આ પણ વાંચો : Rajkot: પાકિસ્તાની આરોપી સગીરની સજા પૂર્ણ થતા ઘરવાપસી, કલેકટર બન્યા બજરંગી ભાઇજાન