EVM ક્યારે થશે દોષ મુક્ત? વિપક્ષ હજુ પણ કરી રહ્યું છે આક્ષેપ, રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
EVM Hacking : ભારતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ પણ આવી ગયું અને નવી સરકારની રચના પણ થઇ ગઇ છે. તેમ છતા આજે પણ EVM નો મુદ્દો ચર્ચામાં બની રહ્યો છે. જણાવી દઇએ કે, સૌથી અમીર લોકોમાંથી એક અને SpaceXના CEO Elon Musk એ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. શનિવારે મસ્કે EVM હટાવવાની માગણી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, EVM ને મશીન અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી હેક કરી શકાય છે. તેમણે X પ્લેટફોર્મ પર આ વાત શેર કરી હતી. ત્યારબાદ હવે કોંગ્રેસના નેતાએ આ વિશે ટિપ્પણી કરી છે જે તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે.
EVM મુદ્દે રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને દુનિયાભરમાં વાદ વિવાદ આજે પણ થઇ રહ્યા છે. SpaceX અને Tesla કંપનીના માલિક એલોન મસ્કે પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ લખીને દાવો કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ચૂંટણીમાં EVMનો ઉપયોગ ન થવો જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને માણસ તેને હેક કરી શકે છે. આ દાવાએ વિશ્વભરના દેશોમાં ચર્ચા જગાવી છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ના નેતા રાહુલ ગાંધીએ પણ મસ્કના દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે મસ્કની પોસ્ટ પર રિટ્વીટ કરતા લખ્યું કે, ભારતમાં EVM એ "બ્લેક બોક્સ" છે અને કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી એક ધૂર્ત બની જાય છે અને છેતરપિંડીનો શિકાર બને છે. રાહુલ ગાંધીએ આ ટ્વીટ સાથે એક ન્યૂઝ પેપરનું કટિંગ પણ શેર કર્યું હતું.
EVMs in India are a "black box," and nobody is allowed to scrutinize them.
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
એલોન મસ્કે શું કર્યું હતું ટ્વીટ?
જણાવી દઇએ કે, મસ્કએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરને ફરીથી પોસ્ટ કર્યું અને રાહુલ ગાંધીએ મસ્કની પોસ્ટને ફરીથી પોસ્ટ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરની પોસ્ટ શેર કરતી વખતે, એલોન મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું માનવીઓ અને AIની મદદથી હેક થવાનું જોખમ છે, જો કે તે ઓછું છે, પરંતુ હજુ પણ વધુ છે. તેમણે EVMમાં ગેરરીતિ અંગે પોસ્ટમાં લખ્યું કે, રોબર્ટ એફ. કેનેડીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં પ્યુર્ટો રિકોમાં ચૂંટણી દરમિયાન EVMમાં થયેલી ગેરરીતિઓ વિશે લખ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર રોબર્ટ એફ કેનેડી જુનિયરે એસોસિએટેડ પ્રેસને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, પ્યુર્ટો રિકોની પ્રાથમિક ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી સંબંધિત વોટિંગમાં ઘણી ખામીઓ સામે આવી છે. ઠીક છે, એક પેપર ટ્રેલ હતું, તેથી આ સમસ્યા પકડાઈ અને મત ગણતરીમાં સુધારો થયો. મસ્કની આ પોસ્ટ પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે.
We should eliminate electronic voting machines. The risk of being hacked by humans or AI, while small, is still too high. https://t.co/PHzJsoXpLh
— Elon Musk (@elonmusk) June 15, 2024
પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આપ્યો હતો જવાબ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલોન મસ્કના EVM અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ચંદ્ર શેખરે મસ્કની પોસ્ટનો ઉલ્લેખ કરતા X પ્લેટફોર્મ પર લખ્યું છે કે સુરક્ષિત ડિજિટલ હાર્ડવેર ખરેખર બનાવી શકાય છે. તેમણે કહ્યું કે, EVM Machine ને કોઈ ઈન્ટરનેટ, બ્લૂટૂથ, કોઈ સર્વર કે કોઈ પણ રીતે હેક કરી શકાય તેમ નથી. મતદાન માટે EVM Machine ને એ પ્રમાણે સુરક્ષિત બનાવી શકાય છે, જે રીતે ભારતે બનાવ્યું છે. તેમણે આગળ કહ્યું કે, એવું હશે તો અમે તમને એક ટ્યુટોરીયલની મદદથી બતાવીશું.
આ પણ વાંચો - Elon Musk News: EVM Machine પર Elon Musk એ કરેલા આરોપો પર ભાજપ નેતાનો રોકડો જવાબ!
આ પણ વાંચો - X New Policy: એલન મસ્કે X પર પોર્નોગ્રાફીને આપી મંજૂરી, શું ભારતમાં X પર રોક મૂકવામાં આવશે?