Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે ? મુખ્ય ચૂંટણી કમિશનરે કરી તારીખની જાહેરાત

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તારીખ થઈ જાહેર ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી જાહેરાત ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Election)યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commision)રાજીવ કુમારે આ જાહેરાત કરી...
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે   મુખ્ય ચૂંટણી કમિશનરે કરી તારીખની જાહેરાત
  • મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી તારીખ થઈ જાહેર
  • ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી જાહેરાત
  • ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી

Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly Election)યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commision)રાજીવ કુમારે આ જાહેરાત કરી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા પંચની ટીમ મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 26મી નવેમ્બર સુધીમાં યોજાશે.

Advertisement

તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર શનિવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજ્યમાં અત્યાર સુધી કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે મતદારોને જાગૃત કરવા માટે ‘આપલે મત આપલા હક’ સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ BSP, AAP, CPI, MNS, શિવસેના, શિવસેના UBT, MNS સહિત રાજ્યની 11 પાર્ટીઓના અધિકારીઓને મળ્યા છે. તેમણે કહ્યું કે બધાએ સાથે મળીને કહ્યું છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા તહેવારોનું ધ્યાન રાખવું જોઈએ.

Advertisement

આ પણ  વાંચો -Haryana: દેશની સૌથી ઠગ, બેઈમાન પાર્ટી છે કોંગ્રેસઃPM Modi

Advertisement

આ અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં નિયુક્ત અધિકારીઓ કે જેઓ ત્રણ વર્ષથી વધુ સમયથી તેમના ગૃહ જિલ્લામાં છે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવશે. તેમણે વધુમાં સ્પષ્ટ કહ્યું કે આ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવશે. વધુમાં, જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમને મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને હટાવવાની માંગ મળી છે, આ મામલો હજી વિચારણા હેઠળ છે.

આ પણ  વાંચો -બિહારમાં નકલી IPS ઓફિસર બાદ હવે નકલી Doctor? જાણો પૂરી વિગત

19.48 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ મતદાન યાદીની સમરી રિવ્યુ કરવામાં આવી છે, જ્યાં કોઈનું નામ હટાવવાની ફરિયાદો મળી છે, તેને સુધારવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કુલ 9.59 કરોડ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 4.95 કરોડ અને મહિલા મતદારોની સંખ્યા 4.64 કરોડ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 19.48 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. રાજ્યમાં 1.86 લાખ મતદાન મથકો બનાવવામાં આવશે.

Tags :
Advertisement

.