Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિમાચલમાં વાદળ ફાટ્યું તો ગંગામાં આવ્યું ભારે પૂર...!

ઉત્તર ભારતમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ (Himachal pradesh)માં વરસાદે (heavy rain) વિનાશ વેર્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટતાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે 3 ઘાયલ થયા હતા. ભારે વરસાદના...
હિમાચલમાં વાદળ ફાટ્યું તો ગંગામાં આવ્યું ભારે પૂર
ઉત્તર ભારતમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ (Himachal pradesh)માં વરસાદે (heavy rain) વિનાશ વેર્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના કાયાસ ગામમાં સોમવારે સવારે વાદળ ફાટતાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે 3 ઘાયલ થયા હતા. ભારે વરસાદના પાણીમાં 9 વાહનો તણાઇ ગયા હતા.
હરિદ્વારમાં ગંગા નદીમાં પૂર
બીજી તરફ હરિદ્વારમાં ગંગા નદીમાં પૂર આવ્યું છે અને ગંગા ભયજનક સપાટીની નજીક પહોંચી છે. જેના પગલે ગંગાને અડીને આવેલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું છે.  હરિદ્વારમાં ગંગાનું જળસ્તર 293.15 મીટર નોંધાયું છે જ્યારે તેની ભયજનક સપાટી 294 મીટર છે. દેવ પ્રયાગમાં ગંગાની સપાટી 20 મીટર નોંધાઇ છે. ગંગામાં પાણીનું સ્તર વધતાં કિનારે આવેલા ઘણા ઘાટ પાણીમાં ડૂબવા લાગ્યા છે.

Advertisement

 દેવપ્રયાગમાં ગંગા નદી ભયજનકસપાટીની લગોલગ
અલકનંદા નદી પર બનેલા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં દેવપ્રયાગમાં ગંગા નદી ભયજનકસપાટીની લગોલગ પહોંચી ગઇ છે. હરિદ્વારમાં ગંગામાં પાણીનો ભારે પ્રવાહ આવવાથી ભીમગોડા બેરેજથી એક દરવાજો ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો જેથી ગંગાનું પાણી અવિરતપણે વહેવા લાગ્યું છે. ઉલ્લેખનિય છે કે હરિદ્વારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે.
યમુના નદી હવે ધીમે ધીમે શાંત
બીજી તરફ યમુના નદી હવે ધીમે ધીમે શાંત થઇ રહી છે અને તેનું જળસ્તર ઘટી રહ્યું છે. સોમવારે સવારે યમુનાનું જળ સ્તર 205.45 મીટર નોંધાયું હતું. યમુનાનું જળસ્તર ઘટતાં દિલ્હીના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી ધીમે ધીમે પાણી ઓસરે તેવી શક્યતા છે.
Tags :
Advertisement

.