રિમાન્ડ પૂર્ણ થતા Tathya Patel ને કોર્ટે શું આપ્યો આદેશ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક રોડ અકસ્માતમાં તથ્ય પટેલની મુશ્કેલીઓ વધી ગઇ છે. મળતી માહિતી અનુસાર, તથ્ય પટેલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આજે તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. કોર્ટમાં પોલીસ દ્વારા અન્ય નવા રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી રહી છે.
તથ્ય 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
તથ્ય પટેલના સિંધુ ભવન થાર અકસ્માતવાળા કેસમાં હજૂ પોલીસ તપાસ કરી રહીં છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે તથ્ય પટેલના 24 જુલાઈએ સાંજે 4 કલાક સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આજે જ્યારે ઈસ્કોન અકસ્માત કેસમાં તથ્યને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પોલીસે આગળના રિમાન્ડ ન માંગતા તેને હવે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
તથ્યની ગાડી કેટલી સ્પીડમાં દોડી હતી
આ વચ્ચે તપાસ ટીમ દ્વારા રિમાન્ડ દરમિયાન તથ્યએ કરેલા ખુલાસા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 10-10 લોકોની જિંદગીનો ભોગ લેનાર આ ઘટનામાં તથ્યની ગાડી કેટલી સ્પીડમાં દોડી રહી હતી તેની હકીકત પણ સામે આવી ચૂકી છે. જીહા, ગાડીનો સ્પીડ રિપોર્ટ સામે આવી ચૂક્યો છે. તથ્યની જેગુઆર કાર 14.2.5 કિમી પ્રતિકલાક ની ઝડપે દોડી રહી હતી. મહત્વપૂર્ણ છે કે તથ્યએ કારની સ્પીડ બાબતે પણ જુઠ્ઠાણુ ચલાવ્યુ હતું. ક્યારેક તે 100 કિમીની સ્પીડની વાત કરતો હતો તો ક્યારેક 120 કિલોમીટરની સ્પીડની વાત કરતો હતો. પણ આખરે તેનું જુઠ્ઠાણુ પકડાઇ ગયુ છે.
અકસ્માતના વિડીયોમાં જ કારની બેકાબુ સ્પીડ જોઇ શકાતી હતી
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટો સવાલ જ તથ્યની જેગુઆર કારની સ્પીડને લઇને ઉઠ્યો હતો. અકસ્માતનો મોબાઇલમાં ઉતરેલો જે વીડિયો સામે આવ્યો હતો, તેમાંજ કારની બેકાબુ સ્પીડ જોઇ શકાતી હતી. જોકે તથ્યએ સ્પીડને લઇને અલગ-અલગ જવાબ જ આપ્યા હતા. ત્યારે સામે આવેલા સ્પીડ રિપોર્ટે બધી પોલ ખોલી નાંખી છે.
આ પણ વાંચો - વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, માંડ બચ્યા ત્રણ લોકો, નશામાં હોવાનું સામે આવ્યા બાદ ધરપકડ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ