Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ શું? માત્ર 24 કલાકમાં જ Tamim Iqbal એ સન્યાસના નિર્ણય પર લીધો U Turn

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ગઈ કાલે (ગુરૂવાર) Tamim Iqbal ના એક નિર્ણય બાદ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આજે શુક્રવારે એટલે કે માત્ર 24 કલાકની અંદર જ તેના નિર્ણયથી U Turn લઇ લીધો છે. જીહા, અમે ગઈ કાલે તમીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી...
આ શું  માત્ર 24 કલાકમાં જ tamim iqbal એ સન્યાસના નિર્ણય પર લીધો u turn

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ગઈ કાલે (ગુરૂવાર) Tamim Iqbal ના એક નિર્ણય બાદ મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આજે શુક્રવારે એટલે કે માત્ર 24 કલાકની અંદર જ તેના નિર્ણયથી U Turn લઇ લીધો છે. જીહા, અમે ગઈ કાલે તમીમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાના નિર્ણયની વાત કરી રહ્યા છે. જેમા તેણે ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી પરંતુ આજે અચાનક તેણે પોતાનો નિર્ણય પરત લેતા ક્રિકેટ જગતમાં આજે તેની જ ચર્ચા થઇ રહી છે.

Advertisement

માત્ર 24 કલાકમાં બદલ્યો નિર્ણય

ODI વર્લ્ડ કપ 2023ને હવે લગભગ ત્રણ મહિના બાકી છે. ટીમોની તૈયારી હવે છેલ્લા તબક્કામાં આગળ વધી રહી છે. દરમિયાન, વધુ બે ટીમોએ ક્વોલિફાયર રમીને વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે. અને હવે દસ ટીમો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ આ દરમિયાન Bangladesh Cricket માં હલચલ મચી ગઈ છે. ઈકબાલે Afghanistan સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ 6 જુલાઈના રોજ International Cricket માંથી નિવૃત્તિ જાહેર કરી. આ પછી જાણે આખા બાંગ્લાદેશમાં તોફાન ફાટી નીકળ્યું. જો કે કોઈપણ ખેલાડીની નિવૃત્તિ એ એક નિયમિત પ્રક્રિયા છે, પરંતુ તમીમ ઈકબાલે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને વચ્ચે વચ્ચે જ રડવાનું શરૂ કર્યું, જેના કારણે મામલો થોડો ગંભીર બની ગયો. આ પછી બાંગ્લાદેશના Prime Minister Sheikh Hasina એ પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને તે પછી તમીમ ઈકબાલે પોતાના સન્યાસનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

Advertisement

તમીમે શેખ હસીના સાથે કરી મુલાકાત

શુક્રવારે તમીમ તેની પત્ની સાથે વડાપ્રધાન શેખ હસીનાના ઘરે ગયો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા પણ ત્યાં હાજર હતો અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધ્યક્ષ નઝમુલ હસન પણ ત્યાં હાજર હતો. આ મીટિંગ બાદ તમીમે કહ્યું, 'મને વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવ્યો હતો. તેમણે મારી સાથે વાત કરી હતી અને મને રમવા માટે કહ્યું હતું, તેથી મેં તે જ સમયે નિવૃત્તિમાંથી બહાર આવવાનો નિર્ણય કર્યો હતો. તેમને ના કહેવું મુશ્કેલ હતું.

Advertisement

સંસદ સભ્ય મશરફે ભૂમિકા ભજવી

અહેવાલો અનુસાર, સંસદ સભ્ય મશરફે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવા માટે વડાપ્રધાન સાથે વાત કરી હતી. જોકે, ત્યાં સુધી તમીમે હસન સાથે નિવૃત્તિ અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેઓ સંમત થયા હતા. તમીમ ઈકબાલે ગુરુવારે બપોરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. લાઈવ ટીવી પ્રોગ્રામમાં પોતાના નિર્ણય વિશે 13 મિનિટના ભાષણ દરમિયાન તે ઘણી વખત રડતા જોવા મળ્યો હતો.

તમીમ ઈકબાલે મીડિયા સામે રડતા રડતા ક્રિકેટને અલવિદા કહ્યું હતું

આ પહેલા ગુરુવારે તમીમ ઈકબાલે બપોરે લગભગ 12 વાગે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તમીમ ખૂબ જ ભાવુક દેખાતો હતો. અને નિવૃત્તિની જાહેરાત કરતી વખતે રડ્યો હતો. તેણે કહ્યું કે, આ મારા માટે અંત છે. મેં મારું શ્રેષ્ઠ આપ્યું છે, મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું આ ક્ષણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું મારા તમામ સાથી ખેલાડીઓ, કોચ, BCB અધિકારીઓ, મારા પરિવારના સભ્યોનો આભાર માનું છું.

પોતાની વાતને આગળ વધારતા તમીમે કહ્યું કે જેઓ મારી લાંબી મુસાફરી દરમિયાન મારી સાથે રહ્યા. તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો. હું ચાહકોનો પણ આભાર માનવા માંગુ છું. તમારા પ્રેમ અને મારામાં વિશ્વાસ મને બાંગ્લાદેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કરે છે. મારા જીવનના આગલા પ્રકરણ માટે હું તમારી પ્રાર્થનાઓ માંગુ છું. કૃપા કરીને મને તમારી પ્રાર્થનાઓમાં રાખો.

આ પણ વાંચો - ODI World Cup પહેલા બાંગ્લાદેશને ઝટકો, સૌથી વિસ્ફોટક બેટ્સમેને International Cricket ને કહ્યું અલવિદા

આ પણ વાંચો - MS Dhoni Birthday: MS ધોની જે બેટથી બન્યા હતા વિશ્વના નંબર 1, તે બેટ તેમને કોને આપી દીધું? વાંચો આ અહેવાલ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.