Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીને મળી રહેલી અમેરિકાની સિક્રેટ સર્વિસની સુરક્ષામાં શું ખાસ છે? જાણો

PM Narendra Modi અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર 3 દિવસના અમેરિકી પ્રવાસે છે . PM Modi મોદીનું અમેરિકા આગમન પર વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક  જગ્યાએ  મોદી-મોદી અને ભારત માતા કી જયના ​​ગુંજતા  જોવા મળ્યા. PM Modi...
12:33 PM Jun 21, 2023 IST | Hiren Dave

PM Narendra Modi અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના આમંત્રણ પર 3 દિવસના અમેરિકી પ્રવાસે છે . PM Modi મોદીનું અમેરિકા આગમન પર વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક  જગ્યાએ  મોદી-મોદી અને ભારત માતા કી જયના ​​ગુંજતા  જોવા મળ્યા. PM Modi ની મુલાકાતને લઈને અમેરિકામાં લોકોમાં ખાસ ઉત્સાહ છે અને અમેરિકન સરકાર દ્વારા પણ PM Modi ને ખાસ VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આ ક્રમમાં PM Modi ને ખાસ સિક્રેટ સર્વિસ સુરક્ષા આપવામાં આવી છે, જેમાં મોદીની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

PM Modi ને આપવામાં આવેલી સિક્રેટ સર્વિસની સુરક્ષાની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે અને લોકો જાણવા માંગે છે કે આ સુરક્ષામાં શું ખાસ છે અને તેમાં કેવી રીતે સુરક્ષા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે સિક્રેટ સર્વિસ સિક્યોરિટી અને તેમાં શું ખાસ છે.

સિક્રેટ સર્વિસ સુરક્ષા વિશે શું ખાસ છે?

સિક્રેટ સર્વિસ  સુરક્ષાને અમેરિકાની ઉચ્ચ સ્તરીય ગુપ્તચર સુરક્ષા માનવામાં આવે છે અને તેને જો બિડેનની સુરક્ષા સમકક્ષ  માનવામાં આવે છે. જેમ કે PM Modi અમેરિકા પ્રવાસના પહેલા દિવસે Lotte New York Palace માં રોકાયા છે. આવી સ્થિતિમાં, હોટલની બાઉન્ડ્રીની આસપાસ કેટલીક ખાસ ટ્રકો પાર્ક કરવામાં આવી છે અને તે આખી બાઉન્ડ્રીને ઘેરી લે છે, જેથી કોઈ વાહન હોટલની બાઉન્ડ્રી સાથે અથડાઈ ન શકે. આ સુરક્ષા સિક્રેટ સર્વિસ દ્વારા આપવામાં આવે છે, આવી સ્થિતિમાં સિક્રેટ સર્વિસના એજન્ટો હોટલની બાઉન્ડ્રીમાં ફરતા રહે છે. આ સાથે પીએમ મોદી જ્યાં રોકાશે ત્યાં હેલિકોપ્ટર દ્વારા વિશેષ સુરક્ષા આપવામાં આવી છે. મોદી અત્યારે ન્યુયોર્કમાં હોવાથી હેલિકોપ્ટર ન્યુયોર્કના આકાશમાં ફરતા રહેશે અને ખાસ વોચ રાખશે.

ગુપ્ત સેવા શું છે?

અમેરિકામાં સિક્રેટ સર્વિસનું કામ VVIP લોકોને સુરક્ષા આપવાનું છે. સિક્રેટ સર્વિસની જવાબદારી અમેરિકાના પ્રેસિડેન્ટ, વ્હાઇટ હાઉસ, વાઈસ પ્રેસિડેન્ટ, ફોરેન હેડ્સ, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને સુરક્ષા પૂરી પાડવા આવે છે. આ સાથે તેઓ આર્થિક ગુનાઓ પર પણ નજર રાખે છે. તેમના એજન્ટો ખાસ પ્રશિક્ષિત છે અને તે અમેરિકામાં ઉચ્ચ સ્તરની સુરક્ષા માનવામાં આવે છે, જે વિશેષ એજન્ટો દ્વારા આપવામાં આવે છે. જ્યારે સિક્રેટ સર્વિસ કોઈને સુરક્ષા આપે છે, ત્યારે એજન્ટો તેમના દરેક પ્રવાસ કે કાર્યક્રમ પર ખાસ નજર રાખે છે.

તમને જણાવી દઈએ કે 21 થી 24 જૂન સુધી PM Modi અમેરિકામાં રહેશે અને આ તેમની પ્રથમ રાજકીય  મુલાકાત  છે. જો કે PM Modi 7 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ પ્રથમ રાજકીય  મુલાકાત હોવાથી તેને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન PM Modi 22 જૂને યુએસ પ્રમુખ બિડેન અને ફર્સ્ટ લેડી જીલ સાથે ભોજન પણ લેશે.

 

આપણ  વાંચો -PM મોદી અમેરીકા પહોંચતા જ માઈક્રોનના પ્રોજેક્ટને મળી લીલીઝંડી, ગુજરાતમાં આ સ્થળે લાગશે પ્લાન્ટ

 

Tags :
indian prime ministermodi securityNarendra Modinarendra modi interviewnarendra modi secret servicenarendra modi securitynarendra modi security detailsnarendra modi youtubepm modi securitypm modi security breach in punjabpm narendra modipm narendra modi speechpm narendra modi speech latestpm security in indiaPrime Minister Narendra Modiprime minister of indiaprime minister securityprime minister security briefcasesecret service in india
Next Article