ઋષિકેશમાં આ શું થઈ રહ્યું છે? રાફ્ટિંગ દરમિયાન જોવા મળ્યા ડરામણા દ્રશ્યો, Video
ઋષિકેશની ગંગા ખીણ (Rishikesh's Ganga Valley) માં માદક દ્રવ્યોના સેવન અને અભદ્રતાના ઘણા વીડિયો વાયરલ (Video Viral) થયા છે. જે અંગે પોલીસ (Police) પણ ઓપરેશન મર્યાદા (Operation Limit) હેઠળ કાર્યવાહી કરે છે. દરમિયાન રાફ્ટિંગ (Rafting) ને લઈને પ્રવાસીઓ, ગાઈડ અને રાફ્ટિંગના ધંધાર્થીઓ સાથે મારામારીના વીડિયો પણ સામે આવવા લાગ્યા છે. ઋષિકેશની ગંગા ઘાટીમાં પળભરની શાંતિ માટે પહોંચેલા પ્રવાસીઓની અભદ્રતા વધી રહી છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો આ વાત સાબિત કરી રહ્યો છે.
ઋષિકેશમાં બે ગ્રુપ વચ્ચે મારામારી
વાયરલ વીડિયો (Viral Video) માં જોઈ શકાય છે કે એક દિવસ પહેલા કેટલાક પ્રવાસીઓ શિવપુરીના ગંગા ઘાટ (Ganga ghat in Shivpuri) પર રાફ્ટિંગ (Rafting) ને લઇને લડવા લાગ્યા હતા. આ દરમિયાન જે પણ લોકો બચાવવા માટે વચ્ચે આવ્યા તે પણ આ લડાઈનો શિકાર બની ગયા હતા. જણાવી દઇએ કે, રાફ્ટિંગ ગાઈડ (Rafting Guide) પણ આ લડાઈનો શિકાર બન્યા હતા. વિવાદ માત્ર મૌખિક નથી, પ્રવાસીઓ એકબીજાને લાતો મારતા અને મુક્કા મારતા પણ જોવા મળે છે. નોંધનીય છે કે દર સપ્તાહના અંતે હજારો પ્રવાસીઓ સુંદર નજારો તેમજ સાહસિક પ્રવાસનો આનંદ માણવા માટે ઋષિનગરી આવે છે. દરમિયાન કેટલાક અસામાજિક તત્વો સમગ્ર પ્રવાસન ક્ષેત્રનું વાતાવરણ પણ બગાડે છે. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
ऋषिकेश में राफ्टिंग के दौरान दो गुटों में खूब लट्ठ बजे #uttarakhand #chardham #rishikesh pic.twitter.com/NXsssXqpHb
— Jitendra joshi (@bhanu_jitu) June 6, 2024
ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી...
આ પણ વાંચો - લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું અને AAP-કોંગ્રેસમાં ભંગાણ, જાણો સમગ્ર વિગત
આ પણ વાંચો - West Bengal Violence : પશ્ચિમ બંગાળમાં ફરી શરૂ થઇ હિંસા! BJP કાર્યાલય પર થયો હુમલો