Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતીય ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ ફાઈનલ મેચનો શું રહ્યો છે ઈતિહાસ, જાણો

ICC World Cup 2023 નો હવે અંતિમ તબક્કો આવી ગયો છે. ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ આજે વર્લ્ડ કપ 2023 ની બીજી સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે....
03:39 PM Nov 16, 2023 IST | Hardik Shah

ICC World Cup 2023 નો હવે અંતિમ તબક્કો આવી ગયો છે. ન્યૂઝીલેન્ડને હરાવી ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે. તો બીજી તરફ આજે વર્લ્ડ કપ 2023 ની બીજી સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. આ બંને ટીમોમાંથી જે ટીમ જીતશે તે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ જોવા મળશે. ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં જોવા મળશે. ત્યારે શું તમે જાણો છો કે ICC ની આ સૌથી મોટી ટૂર્નામેન્ટની વનડે વર્લ્ડ કપ હિસ્ટ્રી વિશે. આવો જાણીએ...

12 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા વનડે ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ

જે રીતે વિશ્વમાં તમને ફૂટબોલના ચાહકો જોવા મળી જશે તેવી જ રીતે તમને ક્રિકેટના ચાહકો પણ જોવા મળી જશે. જો ક્રિકેટની વાત કરીએ તો તાજેતરમાં ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ ભારતમાં રમાઈ રહી છે. જેમા ભારત ફાઈનલમાં પહોંચી ચુક્યું છે. હવે રવિવાર 19 નવેમ્બરના રોજ કોણ વર્લ્ડ કપની ટ્રોફી જીતશે અને કોના હાથે નિરાશા લાગશે તે હવે જોવાનું રહ્યું. ટીમ ઈન્ડિયા આ પહેલા 2011 ના વર્લ્ડ કપની ફાઈનલમાં આવી ચુકી છે. આજે 12 વર્ષ બાદ તે ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. ત્યારે જો ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપની ફાઈનલ હિસ્ટ્રીની વાત કરીએ તો તે આ મુજબ છે. ભારતે 15 નવેમ્બરના રોજ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારત ચોથી વખત પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે. આ નિર્ણાયક મેચમાં ભારતના ઈતિહાસ વિશે લોકોની ઘણી ઉત્સુકતા છે.

ODI વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો ટ્રેક રેકોર્ડ

ભારતે ODI વર્લ્ડ કપની છેલ્લી 12 આવૃત્તિઓમાંથી ત્રણમાં ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમ સૌથી પહેલા 1983 માં ક્રિકેટનું મક્કા ગણાતા લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી. લોર્ડ્સમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આ મેચ રમાઈ હતી. જેમા ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટનશિપમાં 43 રને વિજય મેળવ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા 20 વર્ષ બાદ 2003 ના વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાના DP World Wanderers Stadium માં મેચ રમી હતી. જેમા ટીમને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા 125 રને હારી હતી. જે પછી 2011 નો સમય આવ્યો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી શકી. આ વખતે ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2011 ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ રમાઈ હતી. જેમા ધોનીએ અંતિમ બોલ પર સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. આ મેચ ટીમ ઈન્ડિયા 6 વિકેટે જીતવામાં સફળ રહી હતી. ટીમ ઈન્ડિયા ત્રણ વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે. જેમા ટીમને બે મેચોમાં જીત તો એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપની શું છે History ?

ક્રિકેટ વર્લ્ડ કપ એ 1975માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના સભ્યોની પુરુષોની નેશનલ ટીમો દ્વારા રમવામાં આવે છે. આ ટૂર્નામેન્ટ સામાન્ય રીતે દર 4 વર્ષે યોજાય છે. તાજેતરમાં, ઈંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા યોજાયેલ 2019 ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને જીત્યો હતો. વર્તમાન ટ્રોફીની સ્થાપના 1999માં થઈ હતી. તે હંમેશા ICC પાસે રહે છે અને વિજેતા ટીમને પ્રતિકૃતિ આપવામાં આવે છે.

પ્રથમ ODI વર્લ્ડ કપમાં કોને મળી હતી જીત ?

2019 અને 2023 વર્લ્ડ કપ માટે, યજમાન દેશ અને અન્ય સાત ઉચ્ચ ક્રમાંકિત દેશ આપમેળે વિશ્વ કપ માટે ક્વોલિફાય થાય છે. જ્યારે અન્ય દેશ, જેમાં સહયોગી અને સંલગ્ન ICC સભ્યો સહિત અન્ય દેશ એક ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ, વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમે છે. ઓસ્ટ્રેલિયા સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે, જેણે પાંચ વખત વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે અને તે બે વખત રનર અપ ટીમ પણ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બે આવૃત્તિઓ (1975 અને 1979) જીતી અને ઓસ્ટ્રેલિયાએ સતત ત્રણ આવૃત્તિઓ (1999, 2003 અને 2007) જીતી હતી. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ફાઈનલમાં રમ્યું છે (12 માંથી 7 : 1975, 1987, 1996, 1999, 2003, 2007, 2015). ઇંગ્લેન્ડ સૌથી વધુ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર જોઇ છે અને 2019ની ટુર્નામેન્ટમાં જીત પહેલા ત્રણેય ફાઇનલમાં ઉપવિજેતા રહી ચુકી છે.

ODI વર્લ્ડ કપની ફાઈનલનું સૌથી વધુ આયોજન કરતો દેશ કયો?

ઓછામાં ઓછા એક ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયેલી વીસ ટીમોમાંથી સાતે ટુર્નામેન્ટની ફાઇનલમાં ભાગ લીધો છે. તેમાંથી માત્ર બે જ - લંડનમાં લોર્ડ્સ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઈનલનું આયોજન કરાયું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જેણે 1987માં ઈડન ગાર્ડન્સ, કોલકાતા અને 2011માં વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ અને હવે આ વખતે અમદાવાદ ત્રીજુ સ્થળ બનશે જ્યા ફાઈનલ મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની યજમાની સાથે ભારત એકમાત્ર એવો દેશ બની જશે જેણે એક કરતાં વધુ સ્થળોએ વર્લ્ડ કપની ફાઈનલનું આયોજન કર્યું છે.

આ પણ વાંચો - IND vs NZ : સચિનની છેલ્લી મેચ અને વિરાટની 50મી સદી, કોહલીની ઐતિહાસિક સદીનું આ કનેક્શન…

આ પણ વાંચો - IND VS NZ : શ્રેયસ અય્યરે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં તોફાની સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
HistoryICC ODI World Cup 2023ODI World Cup 2023World Cupworld cup 2023World Cup final matches
Next Article