Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં શું મોકલી ભેટ ?

US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભગવાન જગન્નાથ અને તેમની રથાયાત્રા સાથે...
05:54 PM Jun 19, 2023 IST | Dhruv Parmar

US જતા પહેલા PM મોદીએ અમદાવાદમાં એક ભેટ મોકલી છે. હાલ ભગવાન જગન્નાથના 146મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ભગવાન જગન્નાથ અને તેમની રથાયાત્રા સાથે ખાસ સંબંધ રહેલો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ રથયાત્રા નિમિતે પ્રસાદ મોકલ્યો છે.

2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે. જ્યારે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ મોકલાવતા હતા. અને આ પરંપરા તેમણે દિલ્લીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે.

તમને જણાવી દઈએ કે, 1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું. આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા.

આવતી કાલે રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે

આ પણ વાંચો : દેવગઢબારીયા તાલુકાના ગામડાના લોકો માટે આજીવિકા સાથે અમૃત ફળ સમાન મહુડાના ફળ

Tags :
AhmedabadGiftGujaratJagannath templeNarendra ModiPMRathyatraRathyatra 2023
Next Article