Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GujaratFirst@US : વડાપ્રધાનશ્રી Narendra Modi અંગે શું વિચારે છે અમેરીકામાં વસતો શીખ સમુદાય?

રિગન સેન્ટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યું હતુુ. અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ અને OTT India એ અમેરીકાથી વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને કવરેજ આપ્યું હતું. રિગન સેન્ટર ખાતે એક પ્રકારે ભારતીયોનો...
03:35 PM Jun 24, 2023 IST | Viral Joshi

રિગન સેન્ટર પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યું હતુુ. અહીં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ અને OTT India એ અમેરીકાથી વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને કવરેજ આપ્યું હતું. રિગન સેન્ટર ખાતે એક પ્રકારે ભારતીયોનો મેળવડો જામ્યો હતો. ભારતના દરેક પ્રાતંના, દરેક કોમ્યુનિટિના લોકો અહીં હાજર હતા. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે ભારતીયો ઉત્સાહિત જોવા મળ્યા હતા. રિગન સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતા. અમેરીકામાં વસતા દરેક રાષ્ટ્રદુતોમાં (NRI) મોદી મેજીક છવાયો હતો. ગુજરાત ફર્સ્ટ દ્વારા દરેક સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી.

યશપાલસિંઘ

મોદીજીની મુલાકાતથી બંને દેશોના સંબંધ સારા થશે. બિઝનેસ સારો થશે. જે સમય ચાલી રહ્યો છે છેલ્લા 6 મહિનાથી મારો ખ્યાલ છે આવનારી કાલ સારી હશે. આ વિઝિટનો અર્થ જ એ બને છે કે બંને દેશોની મિત્રતા સારી રહેશે. અમે અમેરીકાના સિટિઝન છીએ પણ અમારું મુળ જે કંઈ છે તે ભારત છે એટલે અમે તો એજ ઈચ્છીશું કે બંનેના સંબંધો એક માતાના બે દિકરાની જેમ સારા રહેશે અને અમે તો એવું જ ઈચ્છિશું.

હિમાની સુત

શીખ કોમ્યુનિટી વડાપ્રધાનશ્રીના પ્રવાસથી ખુબ ઉત્સાહીત અને આભારી છે. શીખ કોમ્યુનિટીની સાથે અન્ય અહીંના લઘમતિઓ પણ ખુશ છે. હું વડાપ્રધાન સાથે છું. છેલ્લા 9 વર્ષમાં જે તેમણે દેશમાં કર્યું છે તે પહેલાના કોઈ વડાપ્રધાને કે કોઈ સરકારે નથી કર્યું. વડાપ્રધાને ઈન્ડો-યુએસ રિલેશનશિપમાં નવા સિમાચિન્હ બેસાડ્યા છે અને આ વખતે પહેલીવાર અમેરીકાની મુલાકાતમાં દરેક ભારતીયને આટલું વધારે મહત્વ મળ્યું છે. આ સમ્માન વડાપ્રધાને 140 કરોડ ભારતીયોનું સમ્માન ગણાવ્યું તો અમે વડાપ્રધાનને જણાવવા માંગીએ છીએ કે આજે દેશના 140 કરોડ લોકો તમને સેલ્યૂટ કરે છે જે તમે અમને બધાને આપ્યું હતું.

સતનામસિંઘ સંધુ

જુઓ અમને તો લોગે છે કે મોદીજી એક સાચા શીખ છે. મોદીજીએ જેટલો પ્રેમ અને સમ્માન શીખોને આપ્યું છે તેથી શીખ તો તેમનાથી દુર જઈ જ ના શકે આજે અહીં પુરા અમેરીકામાંથી શીખો આવ્યા છે મોદીજીનો આભાર માનવા. 75 વર્ષ સુધી અમે અમારી ધાર્મિંક માંગોને લઈને સતત વિનંતીઓ કરી છે તે કામ તેમણે છેલ્લા નવ વર્ષમાં કરી દીધું, તેમણે અમારા અનેક કાર્યો કર્યાં છે અને હજુ મોદીજીએ ઘણું કરવાનું છે. અમને એવું લાગે છે કે એવા વડાપ્રધાન આપણને મળ્યા છે જે દેશનું નસીબ બદલશે અને સાથે-સાથે શીખોના જે મુદ્દા હતા તે ઉકેલાયા છે. મોદીજીએ જે અમૃતકાળનું જે સ્લોગન આપ્યું તેમાં શીખોનું યોગદાન સૌથી ઉપર હોય તેના માટે અમે કામ કરીએ છીએ એટલું જ નહી. 140 કરોડની વસ્તીમાં 40 કરોડ લઘુમતિઓ છે. અહીં પ્રયાસ એવા થઈ રહ્યાં છે કે ભારતમાં જે લઘુમતિઓ છે તે સુરક્ષિત નથી. અમે તે જ જણાવવા માંગીએ છીએ કે અમારી અલ્પસંખ્યક ફાઉન્ડેશન ઈન્ડિયન માઈનોરિટિ ફાઉન્ડેશન આજે તેના દરેક ધર્મના લોકો સભ્યો છે. બધા ધર્મગુરૂઓ અમારી સાથે આવીને દુનિયાને બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, ભારત એક એવો દેશ છે જેના વડાપ્રધાન સેક્યુલર વિચાર ધરાવે છે. ભારતનો દરેક લઘુમતિ વર્ગ ખુશ છે. અમારું નિવેદન છે કે તેના નામ પર રાજનીતિ ના થવી જોઈએ અને ના તો શિખોના નામે પોલીટિક્સ કરવામાં આવે.

અમેરીકામાં વસતા અન્ય એક શીખ સમુદાયના વ્યક્તિઓ જણાવ્યું કે, મને નથી લાગતું કે પહેલા દિવસથી લઈને આજ દિવસ સુધી જે થયું તેનાથી શ્રેષ્ઠ વધુ કંઈ ના થઈ શકે. સમગ્ર દેશમાં એક તરફથી મોદીના આવવાથી ઉત્સાહ છે. મેં શહેરમાં કેટલાક લોકો સાથે વાત કરી અને તેમણે મને જણાવ્યું કે, દસ વર્ષોમાં શહેર આટલું જીવંત નથી રહ્યું, આ ચાલી રહ્યું છે. એવામાં અહીં દરેક મોદીના પ્રવાસને લઈને ઉત્સાહીત છે.

આ પણ વાંચો : ગુજરાત માટે શું છે GOOGLE નો પ્લાન, SUNDAR PICHAI એ કરી આ જાહેરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmericaGujarat FirstIndiaJoe BidenModi Visit USpm narendra modiSikh community
Next Article