Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે ટીમ ઈન્ડિયાએ ચખાડી ધૂળ, 200 રનના જંગી અંતરથી મેળવી જીત

બીજી વન ડે મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરી છે. બ્રાયન લારા સ્ટેડિયમ (Brian Lara Stadium) માં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 200 રનના જંગી અંતરથી જીત...
વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘર આંગણે ટીમ ઈન્ડિયાએ ચખાડી ધૂળ  200 રનના જંગી અંતરથી મેળવી જીત

બીજી વન ડે મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજી મેચમાં શાનદાર વાપસી કરી છે. બ્રાયન લારા સ્ટેડિયમ (Brian Lara Stadium) માં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 200 રનના જંગી અંતરથી જીત મેળવી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-1 કબજે પણ કરી લીધી છે. ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ ભારતે જીતી હતી જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ (West Indies) ના નામે રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 351 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 35.3 ઓવરમાં 151 રન જ બનાવી શકી હતી.

Advertisement

શુભમન ગિલ અને ઈશાન કિશને 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી

Advertisement

વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી અને અંતિમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 352 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 151ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. મુકેશ કુમારે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ ત્રણ વિકેટ પોતાના નામે કરી. જે બાદ શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપે બે વિકેટ ઝડપી હતી. ભારત માટે ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશને 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી.

વેસ્ટ ઈન્ડિઝ સામે વેસ્ટ ઈન્ડિઝમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી મોટી ODI જીત:

Advertisement

200 રન - ભારત, વર્ષ 2023
186 રન - ઈંગ્લેન્ડ, વર્ષ 2017
169 રન - ઓસ્ટ્રેલિયા, વર્ષ 2008

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની સૌથી મોટી ODI જીત:

224 રન, ગ્રાઉન્ડ-મુંબઈ; 2018
200 રન, ગ્રાઉન્ડ-તરૌબા; 2023
160 રન, ગ્રાઉન્ડ-વડોદરા; 2007
153 રન, ગ્રાઉન્ડ-ઈન્દોર; 2011

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સતત વનડે શ્રેણી જીતનારી ટીમ છે. ભારતે 2007 થી 2023 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 13 વનડે શ્રેણી જીતી છે. પાકિસ્તાનની ટીમ બીજા નંબર પર છે. પાકિસ્તાને 1999 થી 2022 સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 10 વનડે શ્રેણી જીતી છે.

ટીમ સામે સૌથી વધુ સળંગ દ્વિપક્ષીય ODI શ્રેણી જીતી:

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ - 13 શ્રેણી (2007–23)
પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે - 11 શ્રેણી (1996–21)
પાકિસ્તાન vs વેસ્ટ ઈન્ડિઝ - 10 શ્રેણી (1999–22)
ભારત vs શ્રીલંકા - 10 શ્રેણી (2007–23)

હાર્દિક પંડ્યાએ જીત મળ્યા બાદ શું કહ્યું ?

મેચ જીત્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ એક ખાસ જીત છે. એક સુકાની તરીકે, હું આવી રમતોની રાહ જોઉં છું. તે આંતરરાષ્ટ્રીય રમત કરતાં વધુ હતી. અમે જાણતા હતા કે શું દાવ પર છે અને જો અમે હારીશું તો તે ખૂબ જ નિરાશાજનક હશે. ખેલાડીઓ સારી રીતે રમ્યા અને તેઓએ રમતનો આનંદ માણ્યો. દબાણની સ્થિતિમાં આનંદ કરવો મહત્વપૂર્ણ છે.

ટીમ ઈન્ડિયા તરફથી 4 ખેલાડીઓએ અડધી સદી ફટકારી

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. જેમાં શુભમન ગિલે 85 રન બનાવ્યા હતા જ્યારે ઇશાન કિશને 77 રનની ઇનિંગ રમી હતી. આ બંનેએ સાથે મળીને 143 રનની ભાગીદારી કરી હતી. આ પછી સંજુ સેમસન (51) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (70*)એ શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો અને રન બનાવ્યા. કેપ્ટન પંડ્યા પણ પાછળ રહ્યો નહીં. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી હતી પરંતુ સૂર્યા 35 રન બનાવીને આગળ ગયો હતો. પંડ્યાએ અંત સુધી રમીને 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 5 છક્કા અને 4 ચોક્કા આવ્યા હતા. આ રીતે ભારતીય ટીમે 5 વિકેટે 351 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો - Stuart Broad : યુવરાજ સિંહે જે બોલરની કરી હતી ધોલાઈ, તેણે પોતાની અંતિમ મેચમાં રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝના આ બેટ્સમેને માત્ર 40 બોલમાં ફટકારી સદી, ચોક્કા-છક્કાનો કર્યો વરસાદ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.