Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

World Cup 2023 : બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડકપમાંથી થઈ બહાર

West Indies Out Of World Cup : બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ (West Indies) આ વર્ષે ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વની મેચમાં સ્કોટલેન્ડે (Scotland) વેસ્ટ ઈન્ડિઝને સાત...
08:46 PM Jul 01, 2023 IST | Viral Joshi

West Indies Out Of World Cup : બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ (West Indies) આ વર્ષે ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વની મેચમાં સ્કોટલેન્ડે (Scotland) વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સ્કોટલેન્ડને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સ્કોટલેન્ડે 39 બોલ બાકી હતા ત્યાંજ ચેઝ કરી લીધો હતો.

બે વખતનું ચેમ્પિય ક્વોલિફાય ના થઈ શક્યું

વર્લ્ડકપમાં ક્વોલિફાય ન થવું એ કેરેબિયન ક્રિકેટ (West Indies) માટે મોટી શરમજનક બાબત છે. ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ODI વર્લ્ડ કપનો ભાગ નહીં બને. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ODI વર્લ્ડ કપની તમામ 12 આવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 1975 અને 1979ના વર્લ્ડ કપમાં વિન્ડીઝે ક્લાઈવ લોયડની કપ્તાની હેઠળ વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો.

ઈન્ડિઝની ટીમ 181માં સમેટાઈ

મેચમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.5 ઓવરમાં માત્ર 181 રનો પર સમેટાઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડ જ ટકી શક્યા. હોલ્ડરે 79 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. જ્યારે શેફર્ડે પાંચ ચોગ્ગાની મદદથી 43 બોલ પર 36 રનની ઈનિંગ રમી હતી. સ્કોટલેન્ડ તરફથી બ્રેડન મૈકમુલે સૌથી વધારે ત્રણ વિકેટ ઝડપી. જ્યારે ક્રિસ સોલ, મોક વોટ અને ક્રિસ ગ્રીવ્સે બે-બે વિકેટ ઝડપી.

સ્કોટલેન્ડની 7 વિકેટે જીત

બીજી તરફ સ્કોટલેન્ડે 43.3 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો. વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ ક્રોસે અણનમ 74 રન બનાવ્યા જ્યારે બ્રૈંડન મૈકમુલેને 69 રન બનાવ્યા. ક્રોસે પોતાની ઈનિંગમાં સાત ચોગ્ગા લગાવ્યા જ્યારે મેકમુલેને આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ભારતમાં રમાનાાર ક્રિકેટ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો ભાગ લેવાની છે. 8 ટીમોએ આ ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. જ્યારે બે અન્ય ટીમ વિશ્વકપ ક્વોલિફાયર થકી ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન નક્કી કરશે જે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે.

આ પણ વાંચો : ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ,જાણો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
CricketQualifiersSportsWest IndiesWest Indies Out Of World Cupworld cup 2023
Next Article