ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મા દુર્ગાની ધરામાંથી હ્રદય કંપાવતી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો!

બાળકીની લાશ ગામની કેનાલમાં પડેલી મળી આવી હતી પરિવારના સભ્યો શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતાં ભાજપના નેતાઓ પ્રશાસન ઉપર સવાલો ઉઠાવી રહ્યા West Bengal girl body found in canal : West Bengal માં ગુમ થયેલી 11 વર્ષની બાળકીનો...
09:54 PM Oct 05, 2024 IST | Aviraj Bagda
Huge protests after Bengal girl's body found in canal

West Bengal girl body found in canal : West Bengal માં ગુમ થયેલી 11 વર્ષની બાળકીનો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યો છે. આ મૃતદેહ મળ્યા બાદ, બાળકીના પરિવારજનો ગુસ્સે ભરાયા હતાં. એક મોટા કાફલા સાથે Police Station પહોંચ્યા હતાં. ત્યારે તેમની સાથે અમાનવીય વર્તન કરીને તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતાં. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, પોલીસવાળાઓ પણ આ કૃત્યમાં સામેલ છે. અને પોલીસ આડકતરી રીતે આરોપીઓને બચાવી રહી છે.

બાળકીની લાશ ગામની કેનાલમાં પડેલી મળી આવી હતી

West Bengal માં પરગણા જિલ્લામાં રહેતી હતી. ગત શુક્રવારથી 11 વર્ષની બાળકી ઘરેથી ગુમ હતી. પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે બાળકીની લાશ ગામની કેનાલમાં પડેલી મળી આવી હતી. પરિવારજનોનો આરોપ છે કે બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે પોલીસ માત્ર ગુમ તરીકેની નોંધ કરીને મામલો થાળે પાડવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: Israel ની મશીનથી વૃદ્ધ વ્યક્તિ યુવાન થશે, આ લાલચ આપી દંપતીએ કરોડોની..

પરિવારના સભ્યો શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતાં

આ બધાથી નારાજ પરિવારના સભ્યો શનિવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ ઘટનાને લઈને ગુસ્સામાં મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ કુલતાલી Police Station પર પથ્થરમારો કર્યો અને તેનું બોર્ડ પણ તોડી નાખ્યું છે. ભીડ જોઈને પોલીસકર્મીઓ પહેલાથી જ Police Station ખાલી કરીને ત્યાંથી ભાગી ગયા હતાં.

ભાજપના નેતાઓ પ્રશાસન ઉપર સવાલો ઉઠાવી રહ્યા

સોશિયલ મીડિયા પર લોકો West Bengal પોલીસની ટીકા કરી રહ્યા છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ પોલીસ અને પ્રશાસન પર સવાલો ઉઠાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતા ક્રિપાખલી વિસ્તારની રહેવાસી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર પીડિતા ટ્યુશનથી પરત ફરી રહી હતી ત્યારે તેનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: PM Narendra Modi એ મુંબઈની મેટ્રોની કરી સવારી, યાત્રીઓ સાથે કરી વાતચીત...

Tags :
Bengalbengal girl murderbengal villagers clash with policebengal villagers protestcrime news West Bengalgirl raped in South 24 Parganasgirl's body found in canalGujarat Firstprotests in South 24 ParganasSouth 24 Parganas newsSouth 24 Parganas protestsWest Bengal girl body found in canalwest bengal news
Next Article