Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? આ રહ્યાં આંકડા, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો

ગુજરાતમાં વરસાદી મહોલ જામેલો છે. સાર્વત્રિક વરસાદના લીધે રાજ્યોના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો બીજી તરફ જુનાગઢમાં પુરની સ્થિતિ સર્જાતા સ્થિતિ કફોડી બની છે. રાજ્ય સરકાર ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલરૂમ પરથી સ્થિતિ પર નજર રાખી રહી છે. વહીવટી...
01:59 PM Jul 23, 2023 IST | Viral Joshi

ગુજરાતમાં વરસાદી મહોલ જામેલો છે. સાર્વત્રિક વરસાદના લીધે રાજ્યોના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તો બીજી તરફ જુનાગઢમાં પુરની સ્થિતિ સર્જાતા સ્થિતિ કફોડી બની છે. રાજ્ય સરકાર ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલરૂમ પરથી સ્થિતિ પર નજર રાખી રહી છે. વહીવટી તંત્ર બચાવી કામગીરીમાં લાગેલું છે. ત્યારે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના આંકડાઓ નીચે પ્રમાણે છે.

હવામાન વિભાગનું એલર્ટહવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે.

સરદાર સરોવર ડેમ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 128 મીટર પાર થઈ. મહત્તમ સપાટી - 138.68 મીટર છે. હાલ પાણીની આવક - 1,85,484 ક્યુસેક છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 5,311 ક્યુસેક છે. છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 61 સે.મી.નો વધારો થયો.

ફોફળ ડેમ ઓવરફ્લો

રાજકોટ જિલ્લા ના જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ સતત પાંચમી વખત ઓવર ફલો થતાં દુધીવદર થી ભાદરા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દુધીવદર પાસે ફોફળ નદી પર નો કોઝવે છેલ્લા 15 દિવસ થી પાણી માં ગરકાવ થતાં કોઝવે પર બે ફૂટ જેટલો પાણી વહી રહ્યો છે તેથી કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. લોકોને કોઝવે પરથી અવર જવરના કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ભાદર-1 ડેમ ઓવરફલો

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. આ સિઝનમાં ભાદર-1 ડેમ પહેલીવાર ઓવરફ્લો થયો છે. ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમના 3 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 38,000 હજાર ક્યુસેક આવક સામે 9,000 હજાર ક્યુસેક જાવક છે.

દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ, કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

વલસાડ

સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડના હનુમાન ભાગડાનું તળાવ ઓવરફલો થતાં તળાવના કિનારે આવેલ શેરીઓમાં પાણી ભરાયાં છે. જેનાથી આ વિસ્તારના લોકોમાં ચિંતા મગ્ન બન્યા છે. જણાવી દઈએ કે, વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

બીજી તરફ વલસાડના પારડી નજીક પાર નદીના ટાપુ પર 3 દિવસથી ફસાયેલ આધેડનું રેસ્ક્યું કરવામાં આવ્યું. માછલી પકડવા ટાપુ પર ગયા હતા. બાદ નદીનું પાણી આસપાસ ફરી વળતા 3 દિવસ સુધી ખાધા પીધા વિના એકલા ટાપુ પર વિતાવ્યા. માંગેલા ગ્રુપ ને જાણ થતાં જોખમ ખેડી ને આધેડ ને બચાવ્યા. પારડી મામલતદાર સહિત ના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી પાણી ફરી વળતા ભાલ પંથકના ગામડાઓ સંપર્ક વિહોણા થયાં છે. ભાલ પંથકના પાળીયાદ, ખેતા ખાટલી, નર્મદ, કાળા તળાવ ગામમાં પાણી ફરી વળ્યા છે તો રાજકોટમાં ઉપરવાસમાં ભારે વરસાદના લીધે આજી નદી બે કાંઠે થઈ હતી.

 

જામનગર તાલુકામાં ભારે વરસાદના પગલે રણજિત સાગર ડેમ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. રંગમતી ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલાયો છે અને જામનગર શહેરના નિચાણવાળા વિસ્તારોને સચેત કરાયા છે. દરેડ ગામનું ખોડિયાર મંદિર પર પાણી ફરી વળતા ખોડિયાર મંદિર ડૂબયું હતું.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. નગરપાલિકા ફાયર ની ટીમ દ્વારા નાના બાળકનું રસ્ક્યુ કરવામાં આવ્યું છે તો બીજી તરફ ભાવનગર ના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલવે અંડર પાસ થયો પાણીમાં ગરકાવ થતાં ટ્રાફીક સમસ્યા વધી છે.

આ પણ વાંચો : JUNAGADH : જૂનાગઢમાં ભારે વરસાદને લઈ જાહેરનામું, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GujaratGujarati NewsIMDJunagadhMonsoonRainrain newsweather forecastweather update
Next Article