Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Update: હવામાને પોતાના તેવર બદલ્યા, આ રાજ્યો ગરમીનો પ્રકોપ વધે તેવી સંભાવના

Weather Update: વાતાવરણમાં અત્યારે હળવો ફેરફાર જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ પૂરો થાય તે પહેલા જ વાતાવરણો પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે. યુપી-બિહારથી લઈને ઓડિશા સુધી હવે ગરમીએ કહેર મચાવી દીધો છે. જો કે દિલ્હી-એનસીઆરમાં હજુ પણ...
07:40 AM Apr 19, 2024 IST | VIMAL PRAJAPATI
Weather Update

Weather Update: વાતાવરણમાં અત્યારે હળવો ફેરફાર જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ પૂરો થાય તે પહેલા જ વાતાવરણો પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે. યુપી-બિહારથી લઈને ઓડિશા સુધી હવે ગરમીએ કહેર મચાવી દીધો છે. જો કે દિલ્હી-એનસીઆરમાં હજુ પણ થોડી-ઘણી રાહતની આશા છે. વાતાવરણ વિશે વિશેષ જાણકારી આપતા IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ જોવા મળશે. IMD એ બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને ઘણા રાજ્યો માટે હીટ વેવની ચેતવણી જારી કરી છે. જો કે આગામી થોડા દિવસો સુધી દિલ્હીને રાહત મળતી રહેશે.

આ રાજ્યોમાં ભારે વધાદની આગાહી કરવામાં આવી

IMD ના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં છ રાજ્યોમાં ગરમીની લહેર અને આઠ ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓની આગાહી કરવામાં આવી છે. આ સાથે 21 એપ્રિલ સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગરમીના મોજાની આગાહી કરી છે. આ સાથે આગામી ત્રણ દિવસ સુધી ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીમાં આજે ગરમીનો કહેર જોવા મળશે.

તાલ્ચરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

IMD ડિરેક્ટર મનોરમા મોહંતીએ વધારે વિગતો આપતા જણાવ્યું કે, 'તાલ્ચરમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 18 શહેરોમાં 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું છે. ભુવનેશ્વરમાં રેકોર્ડ 41.7 ડિગ્રી સેલ્સિયસ અને કટકમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે IMD એ 2 એપ્રિલ સુધી ઓડિશા અને બંગાળમાં ગરમીની ચેતવણી જારી કરી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી

તે જ સમયે, હવામાન (Weather) સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરએ જણાવ્યું હતું કે, આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. તેની સાથે સાથે આજે અને આવતીકાલે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની પણ શક્યતા છે. 19 એપ્રિલે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: Giu : ચીનને અડીને આવેલા આ ગામમાં પહેલીવાર ફોનની રીંગ વાગી, PM મોદીએ કર્યો ફોન, લોકોએ કહ્યું…

આ પણ વાંચો: Chhattisgarh : છેલ્લા 4 મહિનામાં 80 નક્સલવાદી માર્યા ગયા, 125 ની ધરપકડ, 150 એ આત્મસમર્પણ કર્યું…

આ પણ વાંચો: સવારે BJP માં ગયા, સાંજે પાછા કોંગ્રેસમાં આવ્યા; કહ્યું- હું મળવા ગયો હતો, BJP ના નેતાઓએ જબરદસ્તી…

Tags :
gujarat weather update todayimd weather update todayIndia Weathernational newsWeatherweather newsweather updateWeather Update indiaWeather Update Newsweather update todayweather update today west bengal
Next Article