Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather: તૈયાર રહેજો..ફરી આવી રહ્યા છે મેઘરાજા

રાજ્યમાં ફરી વરસાદની હવામાન નિષ્ણાતે કરી આગાહી 13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી દ.ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા 15 અને 16 મીએ કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડી શકે Weather...
weather  તૈયાર રહેજો  ફરી આવી રહ્યા છે મેઘરાજા
Advertisement
  • રાજ્યમાં ફરી વરસાદની હવામાન નિષ્ણાતે કરી આગાહી
  • 13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી
  • દ.ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
  • દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા
  • 15 અને 16 મીએ કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડી શકે

Weather Alert : રાજ્યમાં ફરી વરસાદની હવામાન નિષ્ણાતે આગાહી (Weather Alert )કરી છે. નોરતામાં ગઇ કાલે વલસાડ જિલ્લામાં તથા પોરબંદર પંથકમાં વરસાદ પડતાં ઘણા સ્થળોએ ગરબા રસીકોના રંગમાં ભંગ પડ્યો હતો. અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાના પગલે રાજ્યમાં 13 થી 18 ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વાવાઝોડાનું નિર્માણ થઇ શકે

હવામાન નિષ્ણાતોના મત મુજબ અરબી સમુદ્રમાં વાવાઝોડાનું નિર્માણ થઇ શકે છે જેથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો---Gujarat Rain Update: આ Navratri એ પલળવાનું નક્કી!, હવામાન નિષ્ણાતોએ કરી મોટી વાત

Advertisement

રાજ્યમાં માવઠાનો વરસાદ પડશે

15 અને 16 મીએ કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 13 થી 18 ઑક્ટોબર 2024 દરમિયાન વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં માવઠાનો વરસાદ પડશે અને દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે.

શરદ પૂનમથી લઇને દિવાળી સુધીમાં હવામાનમાં પલટો

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મત મુજબ આગામી 14થી 22 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડાનું નિર્માણ થશે અને તેથી દરિયામાં ભારે પવન ફૂંકાશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તથા વરસાદ પણ પડશે. શરદ પૂનમથી લઇને દિવાળી સુધીમાં હવામાનમાં પલટો આવશે.

વલસાડ અને પોરબંદરમાં વરસાદ

બીજી તરફ બુધવારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ રહેતા મેઘરાજાએ ગરબાની મજા બગાડી હતી. વાપી, વલસાડ, ઉમરગામમાં વરસાદ પડતાં ગરબાના આયોજન મોકૂફ રખાયા હતા જેથી ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા ફરી વળી હતી તો પોરબંદરમાં પણ નવરાત્રીના સાતમા નોરતે વરસાદ વરસ્યો હતો જેથી મોટા ગરબાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો---Heavy Rain Forecast : 4 જિલ્લામાં ભારે તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×