Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આગામી 13-14 દિવસોને લઈને અમે ઘણાં ઉત્સાહિત છીએ : ISRO Chief

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના પ્રમુખ એસ. સોમનાથે શનિવારે કહ્યું કે, ચંદ્રયાન-3ના મોટાભાગના ઉદ્દેશ્ય પુર્ણ થવાના છે. ઈસરોનો ઉદ્દેશ્ય છે કે, અંતરિક્ષમાં વિસ્તાર કરીને દેશને પ્રગતિની રાહ પર લઈ જઈએ. ત્યાંથી મળી રહેલા દરેક વૈજ્ઞાનિક ડેટા સારા જોવા મળી...
આગામી 13 14 દિવસોને લઈને અમે ઘણાં ઉત્સાહિત છીએ   isro chief
Advertisement

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના પ્રમુખ એસ. સોમનાથે શનિવારે કહ્યું કે, ચંદ્રયાન-3ના મોટાભાગના ઉદ્દેશ્ય પુર્ણ થવાના છે. ઈસરોનો ઉદ્દેશ્ય છે કે, અંતરિક્ષમાં વિસ્તાર કરીને દેશને પ્રગતિની રાહ પર લઈ જઈએ. ત્યાંથી મળી રહેલા દરેક વૈજ્ઞાનિક ડેટા સારા જોવા મળી રહ્યાં છે.

13-14 દિવસ મહત્વના

ઈસરો પ્રમુખ એસ. સોમનાથ શનિવારે તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા. અહીં તેમણે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે, વૈજ્ઞાનિકો મિશનના મોટા ભાગના ઉદ્દેશ્ય હવે પુરા થવા જઈ રહ્યાં છે. આગામી 13-14 દિવસો માટે અમે ઉત્સાહિત છીએ. લેન્ડર અને રોવર બધુ જ શરૂ છે. હું સમજુ છું કે દરેક વૈજ્ઞાનિક ડેટા સારા જોવા મળી રહ્યાં છે. આવનારા 14 દિવસ અમે ચંદ્ર પર ઘણાં ડેટા માપવાનું શરૂ રાખીશું. અમને આશા છે આવું કરવાથી અમે વિજ્ઞાનમાં વાસ્તવમાં સારી સફળતા મેળવીશું.

Advertisement

PM ની મુલાકાતથી ખુશી વ્યક્ત કરી

તેમણે ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ અને વડાપ્રધાન મોદીના બેંગલુરૂમાં કંટ્રોલ સેન્ટરની મુલાકાત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ અને કંટ્રોલ સેન્ટર પર શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ખુશ છીએ. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંતરિક્ષ વિસ્તાર માટે દીર્ઘકાલિન દ્રષ્ટિકોણ છે. ઈસરો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને લાગૂ કરવા માટે સક્ષમ છે. ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ માટે 100% ખરું ઉતર્યું. સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. દેશવાસી અમને સમર્થન આપી રહ્યાં છે. તેઓ અને તેમના દરેક સહયોગી આ ઐતિહાસિક મિશનનો ભાગ બનીને ગૌરવિંત અનુભવી રહ્યાં છે.

Advertisement

અધ્યયન અને અનુસંધાન પર ફોકસ

તેમણે કહ્યું કે, હવે અમે ચંદ્ર, મંગળ સહિત શુક્ર પર વધારે યાત્રા કરવા માટે સક્ષમ છે. તેના માટે અમને વધારે આત્મવિશ્વાસ અને વધારે રોકાણની જરૂરિયાત છે. ઈસરોનો ઉદ્દેશ્ય છે કે અમે અંતરિક્ષ ક્ષેત્રમાં વિસ્તાર કરીએ અને ભારતને પ્રગતિની રાહ પર આગળ વધારીએ. ઈસરો અધ્યક્ષે કહ્યું કે, ટીમ ચંદ્રની સારી તસવીરોની રાહ જોઈ રહી છે. હાલ અમે ચંદ્રમાના વૈજ્ઞાનિક અધ્યયન અને અનુસંધાન પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ.

આદિત્ય એલ-1 પર શું કહ્યું?

આદિત્ય એલ-1ના સવાલ પર તેમણે કહ્યું કે, ઉપગ્રહ તૈયાર છે અને તે શ્રીહરિકોટા પહોંચી ચુક્યો છે. આશા છે કે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું લોન્ચિંગ કરવામાં આવે. જોકે એક-બે દિવસમાં લોન્ચિંગની વચગાળાની તારીખની જાહેરાત કરી દેવામાં આવશે. લોન્ચિંગ બાદ લેગ્રેજ પોઈન્ટ-1 સુધી પહોંચવામાં આદિત્ય એલ-1ને 125 દિવસ લાગશે. આપણે 125 દિવસોની રાહ જોવી પડશે.

આ પણ વાંચો : PM NARENDRA MODI આજે કરશે MANN KI BAAT, આ મુદ્દે કરી શકે છે ચર્ચા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×