ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહેસાણામાં થિયેટરની જમીનને WAQF Board એ દરગાહ અને કબ્રિસ્તાનની જમીન ગણાવી

JPC ની મિટિંગમાં ઔવેસીની બોલતી કરી બંધ કરી મહેસાણામાં BK સિનેમાની જમીનનો WAQF માં કર્યો સમાવેશ મહેસાણા કસ્બા મસ્જિદ અને કબ્રિસ્તાન ટ્રસ્ટીઓએ દાવો કર્યો Waqf Amendment Bill 2024 : આજરોજ WAQF સંશોધન બિલ અંગે અમદાવાદમાં હોટલ તાઝ ખાતે ગુજરાત...
06:33 PM Sep 27, 2024 IST | Aviraj Bagda
Waqf Amendment Bill 2024

Waqf Amendment Bill 2024 : આજરોજ WAQF સંશોધન બિલ અંગે અમદાવાદમાં હોટલ તાઝ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત WAQF Board અને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારે WAQF Actમાં ફેરફાર માટે WAQF (સુધારા) બિલ 2024 (Waqf Amendment Bill 2024) રજૂ કર્યું છે, જેનો ઉદ્દેશ WAQF સંસ્થાઓ અને મિલકતો વચ્ચે ચાલી રહેલા વિવાદોને નિકાલ આપવાનો છે. JPC ના મંતવ્યો મેળવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ ખાતે યોજાયેલી JPC ની મિટિંગમાં અસદુદ્દિન ઔવેસી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવી વચ્ચે આક્રમક દલીલો થઈ હતી.

મહેસાણામાં BK સિનેમાની જમીનનો WAQF માં કર્યો સમાવેશ

મહેસાણામાં પણ અન્ય રાજ્યોની જેમ WAQF Board ના કાયદાનો દુરઉપયોગ કરીને જમીન પચાવી પાડવામાં આવી હતી. મહેસાણા કસ્બા મસ્જિદ અને કબરીસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ WAQF ટ્રિબ્યુનલ સમક્ષ દાવો દાખલ કરીને દાવો કર્યો હતો કે મહેસાણામાં BK સિનેમાની જમીનને તેમને 1917-1918 માં રાજા વરસોડા જોરાવરસિંહ સૂરજસિંહ દ્વારા દરગાહ અને કબ્રિસ્તાન માટે ફાળવવામાં આવી હતી. ત્યારે આ જમીન 1995 ના WAQF Act પછી ટ્રસ્ટ પ્રોપર્ટી તરીકે નોંધવામાં આવી હતી. જોકે, 1955 માં તે જમીન સરકારને સોંપવામાં આવી હતી અને બાદમાં ભોગીલાલ પટેલને ફાળવવામાં આવી હતી. જેમણે તેનો થિયેટર તરીકે ઉપયોગ કર્યો હતો. તો હવે, ટ્રસ્ટ ટ્રિબ્યુનલ પાસેથી ઘોષણા માંગે છે કે, મિલકત WAQF છે?

JPC ની મિટિંગમાં ઔવેસીની બોલતી કરી બંધ કરી

JPC ની મિટિંગમાં અસદુદ્દિન ઔવેસીએ કહ્યું હતું કે, WAQF સંશોધન બિલ ધાર્મિક અધિકારોનું હનન છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં હિન્દૂ ધાર્મિક સ્થાનો પર WAQF Board ના જમીનો પર કબજાના ઉદાહરણ સાથે અસદુદ્દિન ઔવેસીને તર્કબદ્ધ જવાબ આપ્યો હતો. ગૃહમંત્રી હર્ષસંઘવીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, હિંદુઓની ધાર્મિક સ્થળ દ્વારકામાં હિંદુઓની જમીન પર WAQF Board નો દાવો હિન્દૂઓની ધાર્મિક અધિકારોનું હનન નથી! સુરતમાં જનતાના ટેક્ષના પૈસાની જમીમ પર WAQF Board નો દાવો નાગરિક અધિકારોનું હનન નથી. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વ્યક્તિની ખેતી કે જંગલની જમીન પર WAQF Board નો કબજોએ આદિવાસીના અધિકારોનું હનન નથી! ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ અલગ કિસાઓના ઉદાહરણો આપીને અસદુદ્દિન ઔવેસીની બોલતી કરી બંધ કરી દીધી હતી.

આ પણ વાંચો:WAQF Board એ રાજ્ય સરકારનું જંગલ પણ પચાવ્યું! કહ્યું આ તો પીરનું જંગલ છે

આ પણ વાંચો: ગુજરાત વકફ બોર્ડ અને JPCની બેઠક; Waqf (Amendment) Bill 2024 અંગે થઈ ચર્ચાઓ, જાણો કોણે શું કહ્યું

Tags :
AHMEDABAD JPC MEETINGAHMEDABAD JPC MEETING TO DECIDE NECESSITY OF WAKF AMENDMENT BILL 2024Gujarat FirstJPCWAKF AMENDMENT BILL 2024WAQFWAQF ActWaqf Amendment Billwaqf amendment bill 2024waqf billwaqf bill 2024waqf bill conspiracywaqf bill jpcwaqf bill jpc committee memberswaqf bill jpc letterswaqf bill newsWAQF BOARD
Next Article