Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં અટલ બ્રિજની દિવાલ વરસાદના કારણે ધરાશાયી, તંત્રની પોલ ખુલી

વરસાદ આવે અને મુસિબત લાવે તેવો માહોલ ઘણી વખત આપણે જોતા આવ્યા છીએ. ઘણીવાર પહેલા વરસાદ અથવા સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી જતી હોય છે. આવું જ કઇંક આજે સવારે પડેલા વરસાદમાં જોવા મળ્યું હતું,. આજે સવારે...
વડોદરામાં અટલ બ્રિજની દિવાલ વરસાદના કારણે ધરાશાયી  તંત્રની પોલ ખુલી

વરસાદ આવે અને મુસિબત લાવે તેવો માહોલ ઘણી વખત આપણે જોતા આવ્યા છીએ. ઘણીવાર પહેલા વરસાદ અથવા સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી જતી હોય છે. આવું જ કઇંક આજે સવારે પડેલા વરસાદમાં જોવા મળ્યું હતું,. આજે સવારે વડોદરામાં ખૂબ જ વરસાદ થયો તેના કારણે અહીંના સૌથી લાંબા બ્રિજની સેફ્ટી વોલ ધરાશાયી થઇ ગઇ છે.  આપને જાણીને નવાઈ લાગશે આ અટલ બ્રિજ પાંચ મહિના પહેલા જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.

Advertisement

અટલ બ્રિજની સુરક્ષા દિવાલ ધરાશાયી

Advertisement

વડોદરામાં વરસાદના કારણે તંત્રની કામગીરીની પોલ ખુલી ગઇ છે. જણાવી દઇએ કે, મનીષા ચોકડી નજીક બ્રિજની પ્રોટેક્શન વોલ તૂટી જવાની ઘટના સામે આવી છે. જેના કારણે ફરી એકવાર બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જણાવી દઇએ કે, એક તરફ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છ મહિનાના ટૂંકા ગાળામાં અટલ બ્રિજની સુરક્ષા દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા રોડ બ્રાન્ચ વિભાગના કાર્યપાલક ઈજનેર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજની સેફ્ટી વોલની ગુણવત્તા સામે હવે સવાલો ઉઠ્યા છે તો સેફ્ટી વોલમાં વાપરવામાં આવેલા બ્લોકના પણ ટુકડે ટુકડા થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ હલકી ગુણવત્તાના બ્લોક પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement

બ્રિજ પર લગાવેલા સોલાર લાઈટ ભારે પવનના કારણે તૂટી

વડોદરામાં આજે સવારે પડેલા ભારે વરસાદમાં 50થી વધુ નાના-મોટા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જ્યારે 15 જેટલા હોર્ડિંગ્સ પણ ઉખડી ગયા હતા. ઉપરાંત દેણા ચોકડી પર તાજેતરમાં જ ઉદ્ઘાટન કરવામાં આવેલા બ્રિજ પર લગાવેલા સોલાર લાઈટ ભારે પવનના કારણે તૂટી પડી છે. સોલાર પેનલ જે થાંભલાઓ પર લગાવવામાં આવ્યા હતા તે પવનના કારણે વચ્ચેથી જ તૂટી જવાની ઘટના બની છે. બનાવ અંગે માહિતી મળતા તંત્રની ટીમને તૂટી ગયેલા થાંભલાથી વાહનચાલકોને નુકસાન ના થાય તે રીતે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો - હ્રદય દ્વાવક દ્રશ્યો, પિતા પગે પડ્યા, આજીજી કરી પણ દીકરી ટસની મસ ન થઇ અને પ્રેમી સાથે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.