Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રીએ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા 10 લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. મળતી  માહિતી અનુસાર, આ અકસ્માત મોડી રાત્રે ત્યારે થયો જ્યારે આ પહેલા એક અકસ્માત થયો હતો અને...
08:47 AM Jul 20, 2023 IST | Hardik Shah

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રીએ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા 10 લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. મળતી  માહિતી અનુસાર, આ અકસ્માત મોડી રાત્રે ત્યારે થયો જ્યારે આ પહેલા એક અકસ્માત થયો હતો અને તેને જોવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા હતા. માહિતી અનુસાર, જગુઆર કારે અહીં રોડ અકસ્માત જોઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બિલકુલ વિસ્મય શાહ કેસ જેવી જ ઘટના

અમદાવાદમાં બનેલી આ ઘટના ગુરુવારે સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર બની હતી. પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વળી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલને પણ તે સમયે હાજર લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ બિલકુલ વિસ્મય શાહ કેસ જેવી જ ઘટના છે. વિસ્મય શાહ કે જેણે 24 ફેબ્રુઆરી 2013ના રોજ BMW લઈને જજીસ બંગલો રોડ પર બે બાઇક સવારને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં શિવમ અને રાહુલ નામના બે બાઇકસવારના મોત થયા હતા. ત્યારબાદ વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. વિસ્મય વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ ફરિયાદ થઇ હતી. 27 ફેબ્રુઆરી 2013ના રોજ વિસ્મય શાહ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ-શિવમના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ કર્યો હતો.

10 લોકોના કરૂણ મૃત્યુ

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક જ જગ્યાએ સતત બે રોડ અકસ્માતો થયા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. હાઇવે પર એસયુવીએ પાછળથી એક ડમ્પરને ટક્કર મારી હતી. આ પછી રસ્તા પર હોબાળો મચી ગયો હતો અને અકસ્માત જોવા માટે ઘણા રાહદારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો, જ્યારે કેટલાક લોકોએ ઘાયલોને મદદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે એક ઝડપી જગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો - AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad NewsDeathIskon BridgeIskon Bridge AccidentSarkhej Highwayvismay shah
Next Article