Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફ્રાન્સમાં સત્તા પરિવર્તન, ચૂંટણી પરિણામ બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી

ફ્રાન્સની સંસદીય ચૂંટણી (France's parliamentary elections) માં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બ્રિટન (Britain) બાદ હવે ફ્રાન્સ (France) માં પણ સત્તા પરિવર્તન (change of power) થવા જઈ રહ્યું છે. રવિવારે ફ્રાન્સમાં થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી (President Emmanuel...
04:38 PM Jul 08, 2024 IST | Hardik Shah
France Violence

ફ્રાન્સની સંસદીય ચૂંટણી (France's parliamentary elections) માં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બ્રિટન (Britain) બાદ હવે ફ્રાન્સ (France) માં પણ સત્તા પરિવર્તન (change of power) થવા જઈ રહ્યું છે. રવિવારે ફ્રાન્સમાં થયેલી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટી (President Emmanuel Macron's party) ને હારનો સામનો કરવો પડ્યો અને ડાબેરી ગઠબંધને સૌથી વધુ બેઠકો જીતી હતી. આ વખતે આ ચૂંટણીમાં ડાબેરી પક્ષોનું વર્ચસ્વ જોવા મળ્યું છે. 577 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ એલાયન્સે 182 બેઠકો જીતી છે. જ્યારે ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી રેનેસાન્સ બીજા સ્થાને રહી છે. આ ચૂંટણીમાં રેનેસાને માત્ર 163 સીટો મળી છે.

ફ્રાન્સમાં સત્તા પરિવર્તન થતા હિંસા ફાટી નીકળી

જ્યારે દક્ષિણપંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને 143 બેઠકો મળી છે. ફ્રાન્સ (France) માં ત્રણ મુખ્ય પક્ષોમાંથી કોઈને પણ પૂર્ણ બહુમતી મળી નથી. આવી સ્થિતિમાં દેશમાં ત્રિશંકુ સરકાર રચાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે ફ્રાન્સમાં સરકાર બનાવવા માટે કુલ 289 સીટોની જરૂર છે. આવી સ્થિતિમાં ફ્રાન્સમાં ગઠબંધન સરકાર બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ફ્રાન્સમાં સત્તા પરિવર્તન થઇ ગયો છે. આવી સ્થિતિમાં દેશભરમાં હિંસા ફાટી નીકળી છે.

વીડિયો ફૂટેજ ઘણા સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. હિંસાને જોતા દેશભરમાં રાયોટ પોલીસ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ફ્રાન્સની ચૂંટણીમાં Right-Wing પાર્ટીને હારતી જોઈને તેના ચાહકો રસ્તા પર ઉતરીને આગ લગાવી રહ્યા છે. વળી, ડાબેરી પક્ષોના ચાહકો પણ શેરીઓમાં ઉજવણી કરી રહ્યા છે.

PMએ હારની જવાબદારી લીધી અને રાજીનામું આપ્યું

ફ્રાન્સની ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાન ગેબ્રિયલ અટ્ટલેે હારની જવાબદારી લીધી છે અને રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા વડાપ્રધાન નહીં બને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. ગેબ્રિયલ અટ્ટલે વધુમાં કહ્યું કે અમારી પાસે બહુમતી નથી તેથી હું મારું રાજીનામું પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને સોંપીશ. ચૂંટણી પરિણામો આવ્યા બાદ રાજધાનીમાં પણ હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણપંથી રાષ્ટ્રીય રેલીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે રાજધાની પેરિસમાં ઘણી જગ્યાએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

આ પણ વાંચો - US Firing : અમેરિકામાં ફરી ફાયરીંગ ઘટના,2 લોકોનાં મોત

આ પણ વાંચો - Israel Attack On School: ગાઝા પર ઈઝરાયેલનો કહેર યથાવત, વધુ એક શાળા પર હવાઈ હુમલો

Tags :
emmanuel macronFranceFrance Election ResultsFrance ElectionsFrance Elections 2024France Elections newsFrance Poll Resultsfrance violenceGujarat FirstHardik ShahLe Penleftists win in FranceMarine Le PenNational Rallyperispresident emmanuel macronPresident Emmanuel Macron newsViolence erupts in Parisworld news
Next Article