Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામેના વિરોધ કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથાને મંજૂરી ના મળી

રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના  દિવ્ય દરબારના વિરોધના ભાગ રુપે વિજ્ઞાન જાથા દ્વારા રેલી યોજવાની મંગાયેલી મંજૂરીને રાજકોટ પોલીસે નકારી કાઢી છે.  સુલેહ શાંતિનો ભંગ થઇ શકે છે તેવા કારણોસર વિજ્ઞાન જાથાની રેલીને મંજૂરી આપવામાં આવી નથી. ધીરેન્દ્ર...
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામેના વિરોધ કાર્યક્રમો માટે વિજ્ઞાન જાથાને મંજૂરી ના મળી
રાજકોટમાં યોજાનારા બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના  દિવ્ય દરબારના વિરોધના ભાગ રુપે વિજ્ઞાન જાથા દ્વારા રેલી યોજવાની મંગાયેલી મંજૂરીને રાજકોટ પોલીસે નકારી કાઢી છે.  સુલેહ શાંતિનો ભંગ થઇ શકે છે તેવા કારણોસર વિજ્ઞાન જાથાની રેલીને મંજૂરી આપવામાં આવી નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં યોજાશે કાર્યક્રમ
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના 10 દિવસના પ્રવાસે છે. રાજ્યમાં અલગ અલગ સ્થળે તેમના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને રાજકોટમાં પણ તેમનો કાર્યક્રમ યોજવામાં આવશે. જો કે આ પહેલાં રાજકોટની વિજ્ઞાન જાથા પણ મેદાનમાં આવી ગઇ હતી અને કાર્યક્રમનો વિરોધ કરવા માટે  કાર્યક્રમો આપવાનું નક્કી કરાયું હતું.
પોલીસે મંજૂરી ના આપી
રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા બાબા બાગેશ્વરધામના કાર્યક્રમનો વિરોધ કરવા માટે રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવા માટે પોલીસની મંજૂરી માગવામાં આવી હતી. જો કે રાજકોટ પોલીસે રાજકોટ વિજ્ઞાન જાથાની રેલી અને ધરણાના કાર્યક્રમને મંજૂરી આપી નથી.
બે દિવસ વિરોધ કાર્યક્રમ માટે મંજૂરી મંગાઇ હતી
પ્રાપ્ત માહિતી મુજબ વિજ્ઞાન-જાથા દ્વારા આગામી 30 મે ના દિવસે રેલી માટે મંજૂરી માગવામાં આવી હતી અને 1લી જૂનના દિવસે ધરણા અને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માગવામાં આવી હતી પણ રાજકોટ પોલીસ દ્વારા સુલેહ શાંતિ  ભંગ થવાના કારણસોર મંજૂરી આપવામાં નથી આવી.
વિજ્ઞાન જાથા દ્વારા આજે મળશે બેઠક
હવે વિરોધ કાર્યક્રમો કઇ રીતે યોજવા તે નક્કી કરવા માટે વિજ્ઞાન જાથા દ્વારા આજે રાત્રે બેઠક મળશે તેમ જાણવા મળ્યું છે. જેમાં આગામી કાર્યક્રમો માટેની રુપરેખા નક્કી કરાશે.
Advertisement
Tags :
Advertisement

.