Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિદ્યુત જામવાલની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત, જાણો શું છે કારણ

વિદ્યુત જામવાલ રેલ્વે પોલીસની કસ્ટડીમાં : હિન્દી સિનેમા જગતના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિધુતની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ તેમની અર્જુન રામપાલ અને નોરા...
07:35 PM Feb 10, 2024 IST | Harsh Bhatt

વિદ્યુત જામવાલ રેલ્વે પોલીસની કસ્ટડીમાં : હિન્દી સિનેમા જગતના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિધુતની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ તેમની અર્જુન રામપાલ અને નોરા ફતેહી સાથેની ફિલ્મ CRACK નું ટ્રેલર સામે આવ્યું હતું. હવે વિદ્યુત જામવાલ પોલીસની હિરાસતમાં આવતા તેની મુશ્કેલીઓ વધી છે.

મુંબઈના બાંદ્રાની રેલ્વે પ્રોટેક્શન ફોર્સની ઓફિસમાંથી એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં વિદ્યુત જામવાલ પોલીસ સ્ટેશનમાં જોઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જોખમી સ્ટંટ કરવાના આરોપમાં અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ આરોપની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, RPF ઓફિસ બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી છે.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ ફિલ્મોમાં એક્શન સીન કરવા માટે જાણીતો છે. તે અભિનેતા હોવા ઉપરાંત તે માર્શલ આર્ટિસ્ટ પણ છે. 'કમાન્ડો' ફિલ્મથી તે દર્શકોમાં લોકપ્રિય બન્યો હતો. ફિલ્મફેર ઉપરાંત તેણે ઘણા એવોર્ડ જીત્યા છે. તેણે તેલુગુ સિનેમામાં ફિલ્મ 'શક્તિ'થી ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચો -- અભિનેતા Mithun Chakraborty ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
BandraCrackdetainedMumbai PoliceRailway PoliceStuntVIDHYUT JAMWAL
Next Article