ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

સુરત જિલ્લા પંચાયતમાં નોકરી માટે આવેલા ઉમેદવારોને હાલાકીનો સામનો કરવો પડ્યો

Vidyasahayak Bharti 2024 : ગુજરાત ફર્સ્ટની ટિમ પહોંચતા વ્યવસ્થા કરવામાં આવી
07:23 PM Nov 14, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Vidyasahayak Bharti 2024, Surat Jilla Panchayat

Vidyasahayak Bharti 2024 : તાજેતરમાં ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં વિદ્યાસહાયકોની કુલ 13582 પદ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઈન અરજી 7 નવેમ્બર 2024 પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ગુજરાતી અને અન્ય માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

Surat Jilla Panchayat ની સામે ઉમેદવારોની લાંબી કતારો

ત્યારે આજરોજ ગુજરાતમાં વિદ્યાસહાયકોની નોકરી માટે Surat Jilla Panchayat ની સામે લાંબી લાઈનો લાગી હતી. તો Surat Jilla Panchayat માં સુરત અને તાપી સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી નોકરી મેળવવા માટે ઉમેદવારો આવ્યા હતા. તો પ્રથમ તક મેળે તે માટે ઉમેદવાદો મોડી રાત્રેથી જ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની ઓફિસ બહાર બેસી ગયા હતા. ત્યારે કામગીરી શરૂ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે... Surat Jilla Panchayat દ્વારા કાચબાની ગતિએ કામ કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો: Dwishatabdi Mahotsav ના અંતિમ ચરણમાં ગૃહ મંત્રી રહ્યા હાજર અને કહ્યું...

ગુજરાત ફર્સ્ટની ટિમ પહોંચતા વ્યવસ્થા કરવામાં આવી

તેના કારણે આ ઉમેદવારો પૈકી અનેક માતાઓ પોતાના સંતાનોને ઘરે એકલા મૂકીને આવી હતી, તો કોઈ મહિલાઓ પોતાના બાળકોને પાડોશીને ત્યાં મૂકીને આવી હતી. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં ન આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે ગુજરાત ફર્સ્ટની ટિમ પહોંચતા તાત્કાલિક તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના અધિકારીએ અકડાઈને જવાબ આપ્યા

તો Surat Jilla Panchayat ની સીડીઓ અને લોબીમાં બેસેલા ઉમેદવારોને પંચાયત ઓફિસમાં જગ્યા કરી આપવામાં આવી હતી. તેની સાથે કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી હતી. જોકે આ અંગે જ્યારે Surat Jilla Panchayat ના અધિકારીને પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે અકડાઈને જવાબો આપ્યા હતા.

આ પણ વાંચો: વિદ્યાર્થીને છરીના ઘા મારનારાને લંગડાતો ઘટનાસ્થળ ઉપર પોલીસ લાવી

Tags :
Gujarat FirstSurat Jilla Panchayatteacher jobs in GujaratTeacher Recruitment 2024Vidhya Sahayak BhartiVidhya sahayak nokariVidhya sahayak online applyVidhya sahayak online apply linkVidyasahayak Bharti 2024