Ami Je Tomar નું પરફોર્મન્સ કરતા વિદ્યા બાલનનો સાડીનો છેડો છૂટ્યો....
- Ami Je Tomar નું રોયલ ઓપરા હાઉસમાં પરફોર્મન્સ
- Vidya Balan ડાન્સ કરતા મંચ ઉપર પડી ગઈ હતી
- તેની સાથે પડીને માર ડાલાના ગીતના ડાન્સ સ્ટેપ્સ કરીશ
Vidya Balan falls on stage : Film Bhool Bhulaiyaa 3 નું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. તો Bhool Bhulaiyaa 3 નું સૌથી ફેમસ ગીત તાજેતરમાં રિલીઝ કરાયું છે. ત્યારે આ ગીતનું નામ Ami Je Tomar છે. ગીત Ami Je Tomar માં Vidya Balan અને Madhuri Dixit ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગઈકાલે Film Bhool Bhulaiyaa 3 નું મ્યૂલિક લોન્ચ ઈવેન્ટ યોજવામાં આવ્યું હતું.
Ami Je Tomar નું રોયલ ઓપરા હાઉસમાં પરફોર્મન્સ
Film Bhool Bhulaiyaa 3 ના એક પછી એક ગીત રિલીઝ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મુંબઈમાં આવેલા The Royal Opera House માં Ami Je Tomar નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. Ami Je Tomar ને લોન્ચ કરતાની સાથે મંચ ઉપર Vidya Balan અને Madhuri Dixit એ ખાસ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું. Ami Je Tomar ના ડાન્સ પરફોર્મન્સના સમય એક ઘટના ઘટી હતી. જોકે આ ઘટનાના સમયે હોલમાં હાજર દરેક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Singham Again ની રિલીઝ પહેલા અજય દેવગણે વધુ એક ફિલ્મનું કર્યું એલાન
Kartik Aaryan praises Madhuri Dixit and Vidya Balan pic.twitter.com/rC425SHrso
— Sonali Naik (@oneanonlysonali) October 26, 2024
Vidya Balan ડાન્સ કરતા મંચ ઉપર પડી ગઈ હતી
Ami Je Tomar ગીતના પરફોર્મન્સના સમયે આ બંને અભિનેત્રીઓ પૈકી Vidya Balan ડાન્સ કરતા મંચ ઉપર પડી ગઈ હતી. જોકે આ ઘટના તેણે એક આર્ટ તરીકે પ્રદર્શિત કરી હતી. કારણ કે... જ્યારે Vidya Balan મંચ ઉપર પડી ત્યારે તેણી સંજોગોવશાત એવી રીતે પડી હતી, જેને જોઈને એવું લાગે કે આ એક પરફોર્મન્સનો ભાગ છે. તો Vidya Balan જ્યારે પડી ત્યારે ક્ષણભરમાં તેણી ઉભી થઈને ફરીથી Madhuri Dixit સાથે ડાન્સ કરવા લાગી હતી.
It's human to stumble. But to rise and continue performing, that's the artistry. Kudos to Vidya Balan!@vidya_balan #BhoolBhulaiyaa3 #KartikAaryan #MadhuriDixit pic.twitter.com/j8bdR14vnT
— Sonali Naik (@oneanonlysonali) October 25, 2024
તેની સાથે પડીને માર ડાલાના ગીતના ડાન્સ સ્ટેપ્સ કરીશ
જોકે પરફોર્મન્સ પૂર્ણ થયા પછી, કાર્તિક આર્યન અને Madhuri Dixit બંનેએ વિદ્યાને ગળે લગાવીને તેની હિંમતને આવકારી હતી. ત્યારે Madhuri Dixit એ કહ્યું હતું કે, જો અમુક સેકન્ડમાં Vidya Balan ઉભી ન થઈ શકી હોત, તો હું પણ તેની સાથે પડીને માર ડાલાના ગીતના ડાન્સ સ્ટેપ્સ કરીશ. પરંતુ વિદ્યાએ પોતાની જાતને ખૂબ સારી રીતે સંભાળી હતી. જોકે Film Bhool Bhulaiyaa 3 એ આ દિવાળી ઉપર સિનેમાઘરોમા ધૂમ મચાવવા માટે આવી રહી છે.
આ પણ વાંચો: Diwali માં રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો, પરિવાર સાથે જોવાનું ભૂલશો નહીં