Video : દેશના 40 ટકા સાંસદો સામે છે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
ભારતમાં 40 ટકા સાંસદ સામે આપરાધિક કેસ દાખલ છે. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના દાખલ છે. ADR અનુસાર સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યસભાની 776 સીટમાંથી 763 સાંસદના એફિડેવિટનું એનેલિસિસ કરીને આ જાણકારી મેળવવામાં આવી છે.
લોકસભાની ચાર સીટ અને રાજ્ય સભાની એક સીટ ખાલી છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યસભાની ચાર સીટ ખાલી છે. એક લોકસભા સાંસદ અને ત્રણ રાજ્યસભા સાંસદના એફિડેવિટ ઉપલબ્ધ ના હોવાને કારણે તેમની જાણકારી મળી શકી નથી. 763 સાંસદમાંથી 306 સાંસદ સામે અપરાધિક કેસ દાખલ હોવાની જાણકારી મળી છે. જેમાંથી 194 સાંસદ સામે ગંભીર ગુના (હત્યા, મર્ડરની કોશિશ, અપહરણ જેવા કેસ) દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતના 37માંથી 7 સાંસદો ગુનેગાર
એડીઆરના વિશ્લેષ્ણ અનુસાર ગુજરાતના કુલ 37 માંથી 7 સાંસદો (19 ટકા) ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 6 સાંસદો (16 ટકા) સામે ગંભીર ગુના સંબંધિત કેસ નોંધાયેલા છે. જેમાં 1 સાંસદ સામે મહિલા પર અત્યાચાર સંબંધિત ગંભીર ગુનો નોંધાયેલો છે.
આ પણ વાંચો : Surat : આર્ટિસ્ટ દ્વારા કિંગ કોહલીનું ડાયમંડથી પોટ્રેટ તૈયાર કરાયું