પ્રખ્યાત તમિલ અભિનેતાનું મૃત્યુ, Kamal Haasan ના સાથે પણ કરી ચૂક્યા છે કામ...
- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા
- પ્રખ્યાત તમિલ અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થયું
- દિલ્હી ગણેશે 80 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત તમિલ અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થયું છે. દિલ્હી ગણેશ 80 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગયા છે. દિલ્હી ગણેશે છેલ્લે કમલ હાસન (Kamal Haasan) સાથે ફિલ્મ 'ઇન્ડિયન 2'માં જોવા મળ્યો હતો. દિલ્હી ગણેશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. પરિવાર પણ શોકમાં ડૂબી ગયો છે અને દરેક વ્યક્તિ અભિનેતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગઈકાલે રાત્રે ગણેશનું અવસાન થયું હતું...
દિલ્હી ગણેશના નિધનની માહિતી તેમના પુત્ર દ્વારા શેર કરવામાં આવી છે. એક ભાવનાત્મક નિવેદનમાં, પરિવારે દિલ્હી ગણેશના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું, “અમને એ જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું 9 નવેમ્બરે રાત્રે 11 વાગ્યે નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના રામાપુરમમાં રાખવામાં આવ્યો છે. અભિનેતાના અંતિમ સંસ્કાર 11 નવેમ્બરે કરવામાં આવશે. દિલ્હી ગણેશ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા.
આ પણ વાંચો : એક્ટ્રેસ Kangana Ranaut અને તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો! ભાવુક પોસ્ટ કરીને કહી આ વાત
400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું...
દિલ્હી ગણેશ સિનેમાનું ખૂબ જ લોકપ્રિય નામ છે. તેમની અભિનય કારકિર્દી લગભગ ચાર દાયકા સુધી ચાલી અને તેમણે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પોતાના કામથી લોકોના દિલ પર રાજ કરનાર ગણેશ દરેક પ્રકારના પાત્રમાં ઉતરી જતા હતા. પછી તે કોમેડી રોલ હોય કે પછી વિલનનો રોલ. દિલ્હી ગણેશે રજનીકાંત, કમલ હાસન (Kamal Haasan) અને અન્ય સહિત તમિલ સિનેમાના કેટલાક પ્રખ્યાત સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ પણ શેર કરી છે.
આ પણ વાંચો : Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....
1976 માં ફિલ્મી કરિયરની શરૂઆત કરી...
દિલ્હી ગણેશે વર્ષ 1976 માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે કે. બાલાચંદર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'પત્તિના પ્રવેસમ'માં પહેલીવાર કામ કર્યું. તેમણે તેને સ્ટેજ નામ “દિલ્હી ગણેશ” પણ આપ્યું. વર્ષ 1981 માં ગણેશે 'ઈંગમ્મા મહારાણી'માં હીરોની ભૂમિકા ભજવી હતી. ગણેશની સૌથી પ્રખ્યાત ફિલ્મોની વાત કરીએ તો, તેમાં 'સિંધુ ભૈરવી' (1985), 'નાયકન' (1987), 'માઇકલ મદના કામ રાજન' (1990), 'આહા..!'નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Film Kannappa માંથી પ્રભાસનો લૂક થયો લીક, આરોપીને પકડી પાડનારાને મળશે રુ. 5 લાખ