Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઉથના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક મનોબાલાનું નિધન

તમિલ વેટરન એક્ટર-ડાઈરેક્ટર મનોબાલાનું આજે 69 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થઈ ગયું. તે કથિતરૂપે બે અઠવાડિયાથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલીર હી હતી. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નઈના સાલિગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ સ્થિત તેમના નિવાસે...
04:25 PM May 03, 2023 IST | Hiren Dave

તમિલ વેટરન એક્ટર-ડાઈરેક્ટર મનોબાલાનું આજે 69 વર્ષની વયે ચેન્નઈમાં નિધન થઈ ગયું. તે કથિતરૂપે બે અઠવાડિયાથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલીર હી હતી. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નઈના સાલિગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ સ્થિત તેમના નિવાસે રખાશે. દિવંગત મનોબાલાના પરિવારમાં તેમની પત્ની ઉષા અને દીકરો હરીશ છે.

જી.એમ.કુમારે મનોબાલાના નિધનની પુષ્ટી કરી
મનોબાલાના નિધનના અહેવાલથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે. અભિનેતા-દિગ્દર્શક જી.એમ.કુમાર અને ઈન્ડ્રસ્ટી ટ્રેકર રમેશ બાલા એ પ્રસિદ્ધ હસ્તીઓમાં સામેલ છે જેમણે આ અહેવાલની પુષ્ટી કરી હતી. તેમણે તેમના ફોલોવર સાથે ટ્વિટર પર ખુદ આ દુઃખદ અહેવાલ શેર કર્યા હતા. તેની સાથે જ તમામ સાઉથ સિલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર મનોબાલાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

મનોબાલાએ 450થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે મનોબલા તેમની કોમેડી ટાઈમિંગ અને સેલ્ફ ડિપ્રિકેટિંગ હ્યુમર માટે જાણીતા હતા. 35 વર્ષની કારકિર્દીમાં તેમણે 450થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોબાલાએ 1979માં ભારતીયરાજાની પુથિયા વરપુગલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ ભજવ્યા હતા.

આ પણ  વાંચો- શૈલેષ લોઢા અને અસિત મોદી વચ્ચે વિવાદ વધ્યો, મામલો લો ટ્રિબ્યુનલમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
DirectorManobalaSouth-filmVeteran-actor
Next Article