ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના કાર્યકર્તાએ રોકી Tiranga Yatra! વીર સાવરકરની ટી-શર્ટ બાબતે થયો વિવાદ

તિરંગાયાત્રામાં બાળકોની ટીશર્ટ લઈ લેવી તે નિંદનીયઃ હર્ષ સંઘવી વીર સાવરકરને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની ત્રેવડ કોંગ્રેસમાં નથીઃ હર્ષ સંઘવી વીડિયોમાં દેખાતા નેતાઓની પણ નથી લાયકાતઃહર્ષ સંઘવી Tiranga Yatra: સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ ખાતે તિરંગા યાત્રામાં વીર સાવરકરના ફોટા...
09:41 PM Aug 14, 2024 IST | VIMAL PRAJAPATI
Tiranga Yatra
  1. તિરંગાયાત્રામાં બાળકોની ટીશર્ટ લઈ લેવી તે નિંદનીયઃ હર્ષ સંઘવી
  2. વીર સાવરકરને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની ત્રેવડ કોંગ્રેસમાં નથીઃ હર્ષ સંઘવી
  3. વીડિયોમાં દેખાતા નેતાઓની પણ નથી લાયકાતઃહર્ષ સંઘવી

Tiranga Yatra: સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના સાંગાણી ગામ ખાતે તિરંગા યાત્રામાં વીર સાવરકરના ફોટા વાળા બાળકોને અપાયેલ ટી શર્ટનો વિવાદ સામે આવ્યો છે. તિરંગા યાત્રા (Tiranga Yatra) રોકનાર સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે.

ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના એક શાળા દ્વારા તિરંગા યાત્રા (Tiranga Yatra) નીકાળવામાં આવી હતી, તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા યાત્રા રોકવામાં આવી હતી અને બાળકોએ પહેરેલા ટી-સર્ટ ઉતરાવી દીધા હતા. જેથી અત્યારે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: નવું સિમ કાર્ડ ખરીદતા પહેલા ચેતજો, નહીં તો ક્યાંક આરોપી તરીકે નામ નોંધાઈ જશે

યાત્રા રોકનારા નેતાઓ સામે નોંધાઈ ફરિયાદ

નોંધનીય છે કે, અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ‘વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વીડિયોમાં નજરે પડતા નેતાઓની નથી, સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટીશર્ટ લઇ લેવા તે અતિ નિંદનીય બાબત છે. વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (સી)(ડી), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: GSRTC: તહેવારને ધ્યાનમાં લઇ મહત્વનો નિર્ણય, 11,700 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે

Tags :
GujaratGujarati NewsHarsh SanghaviHarsh Sanghavi in GandhinagarSurendranagarTiranga YatraVimal Prajapati
Next Article