Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Breking news ;ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ, તમામ યાત્રીઓ સુરક્ષિત

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે, કે આગની આ...
breking news  ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ  તમામ યાત્રીઓ સુરક્ષિત

ભોપાલથી દિલ્હી જતી વંદે ભારત ટ્રેનમાં આગ લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે સવારે કુરવાઈ સ્ટેશન નજીક રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી નિઝામુદ્દીન જવા નીકળેલી વંદે ભારત ટ્રેનની C14 કોચમાં બેટરીના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે, કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

રાણી કમલાપતિથી નિઝામુદ્દીન જઈ રહેલી વંદે ભારત ટ્રેનના C-14 કોચમાં આગ લાગી હતી. ટ્રેન નંબર 20171 ભોપાલ-હઝરત નિઝામુદ્દીન વંદે ભારત સવારે 5.40 વાગ્યે રવાના થઈ હતી. ઘટના બીનાથી પહેલા બની હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરના જણાવ્યા પ્રમાણે આગ બેટરીથી લાગી હતી. આગની જાણ થતાં જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement

બેટરી બોક્સમાં આગ હતી  આગ 

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીએ જણાવ્યું કે, C-14 કોચની નીચેથી જ્યાં મારી સીટ હતી ત્યાંથી આગનો અવાજ આવ્યો. તમામ મુસાફરો ભાગી ગયા હતા. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે જોયું કે, બેટરી બોક્સમાં આગ લાગી હતી. ગાર્ડને જાણ કરતાં અમે તમામ મુસાફરો અમારી બેગ સાથે ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા.રાણી કમલાપતિ - નિઝામુદ્દીન - રાણી કમલાપતિ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેન છે. 4 મહિના પહેલા 1 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને રાણી કમલાપતિથી લીલી ઝંડી આપી હતી.

Tags :
Advertisement

.