ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad : સુરતનાં પરિવાર માટે ડુંગરી ગામનાં યુવાનો દેવદૂત બન્યા! મોડી રાતે કર્યું દિલધડક રેસ્ક્યૂ

વલસાડનાં ડુંગરી નજીક નેશનલ હાઇવે પરની ઘટના કારમાં સવાર સુરતનાં પરિવારને નડ્યો અકસ્માત પૂરઝડપે દોડતી કાર પલટી મારી બામ ખાડીમાં ખાબકી ડુંગરી ગામનાં યુવાનોએ પરિવારનું દિલધકડ રેસ્ક્યૂ કર્યું સુરતનાં (Surat) એક પરિવાર માટે વલસાડનાં ડુંગરી ગામનાં (Dungri) યુવકો દેવદૂત...
08:08 AM Oct 07, 2024 IST | Vipul Sen
  1. વલસાડનાં ડુંગરી નજીક નેશનલ હાઇવે પરની ઘટના
  2. કારમાં સવાર સુરતનાં પરિવારને નડ્યો અકસ્માત
  3. પૂરઝડપે દોડતી કાર પલટી મારી બામ ખાડીમાં ખાબકી
  4. ડુંગરી ગામનાં યુવાનોએ પરિવારનું દિલધકડ રેસ્ક્યૂ કર્યું

સુરતનાં (Surat) એક પરિવાર માટે વલસાડનાં ડુંગરી ગામનાં (Dungri) યુવકો દેવદૂત બન્યા હતા. વલસાડનાં (Valsad) ડુંગરી નજીક નેશનલ હાઇવે પર સુરતનાં પરિવારની કાર રાતનાં સમયે અચાનક બામ ખાડીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ડુંગરી ગામનાં લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેટલાક યુવકોએ ખાડીમાં ઉતરી કારનો કાચ તોડી ફસાયેલા પરિવારને બહાર કાઢ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad: મોટેરા વિસ્તારમાં કિરણ મોટર્સ ખાતે ગ્રાહકોએ કારની નનામી કાઢી કર્યો વિરોધ, જાણો કારણ

ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર બામ ખાડીમાં ખાબકી

ઘટનાની પ્રાથમિક માહિતી મુજબ, સુરતમાં (Surat) રહેતા એક જ પરિવારનાં 4 સભ્યો કારમાં રાતનાં સમયે વલસાડનાં ડુંગરી નજીક નેશનલ હાઇવેથી (National Highway) પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, પૂરઝડપે દોડતી કારનાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી, કાર બામ ખાડીમાં ખાબકી હતી. ખાડીમાં ખાબકેલી કારમાં એક જ પરિવારનાં 4 લોકોનો જીવ જોખમમાં મૂકાયો હતો.

આ પણ વાંચો - Jamnagar: દિયરે પોતાની જ ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી, હત્યાનું કારણ જાણી ચોંકી જશો

યુવાનોએ કારનો કાચ તોડી ફસાયેલ પરિવારને બહાર કાઢ્યો

આ ઘટનાની જાણ થતાં ડુંગરી ગામનો (Dungri) લાકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે ગામનાં કેટલાક યુવાનોએ અંધારામાં ખાડીમાં ઉતરી કારનો કાંચ તોડી ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક વલસાડની (Valsad) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર લોકોનો જીવ બચી જતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ડુંગરી ગામનાં યુવકો તાત્કાલિક પહોંચી જતાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો - VADODARA : ઓદ્યોગિક વસાહતમાં ભારદારી વાહનની અડફેટે શ્રમિકે દમ તોડ્યો

Tags :
Bam BayCar AccidentDungri VillageGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsNational Highwayroad accidentSuratValsad
Next Article