Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad : ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારમાં 400 થી વધુ ઘર સંપર્ક વિહોણા થયાં

વલસાડમાં વરસાદથી જળબંબાકાર ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ, નદીનું જળસ્તર વધતા 7 માછીમારો ફસાયા રાતનાં અંધારામાં NDRF ની ટીમ દેવદૂત બની કર્યું દિલધડક રેસ્ક્યૂ ફસાયેલા તમામને રેસ્ક્યૂ કરી શેલ્ટર હોમ લવાયાં વલસાડમાં (Valsad) ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત...
valsad   ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ  આ વિસ્તારમાં 400 થી વધુ ઘર સંપર્ક વિહોણા થયાં
  1. વલસાડમાં વરસાદથી જળબંબાકાર
  2. ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ, નદીનું જળસ્તર વધતા 7 માછીમારો ફસાયા
  3. રાતનાં અંધારામાં NDRF ની ટીમ દેવદૂત બની કર્યું દિલધડક રેસ્ક્યૂ
  4. ફસાયેલા તમામને રેસ્ક્યૂ કરી શેલ્ટર હોમ લવાયાં

વલસાડમાં (Valsad) ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદનાં કારણે જિલ્લાની ઓરંગા નદીમાં (Oranga River) પૂર આવે તેવી સ્થિતિ છે. નદીનું જળસ્તર વધતા 7થી વધુ માછીમારો ફસાયા હોવાથી NDRF ની ટીમને જાણ કરાઈ હતી. રાતનાં અંધારામાં NDRF ની ટીમ દેવદૂત બની પૂરમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યૂં કર્યું હતું. ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યૂ કરી શેલ્ટર હોમ લવાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Gir Somnath : મંદિરમાં પ્રવેશ-નીકળવાનાં અલગ માર્ગ, ચેકિંગ માટે 3-3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર ઊભા કરાયાં

મોડી રાતે NDRF ની ટીમનું દિલધડક રેસ્ક્યૂ

વલસાડમાં (Valsad) સતત પડી રહેલા અતિભારે વરસાદનાં કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાની ઓરંગા નદીમાં નવી નીરની આવક થતાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીનું જળસ્તર વધતા 7 થી વધુ માછીમારો ફસાયા હતા. વલસાડનાં દરિયાકાંઠા વિસ્તારમાં ચોતરફ પાણી ફરી વળતા ઝીંગા ફાર્મની તળાવની પાળ પર માછીમારો ઊભા રહેવા મજબૂર બન્યા હતા. માછીમારો ફસાયા હોવાની જાણ NDRF ની ટીમને થતાં મોડી રાતે NDRF ની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાતનાં અંધારામાં NDRF ની ટીમ દેવદૂત બનીને પૂરમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો - VADODARA : SSG હોસ્પિટલમાં ડ્રાઇવરે દર્દીને ટાંકા લીધા ! વીડિયો વાયરલ

Advertisement

જિલ્લાના આ વિસ્તારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ

NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરેલા તમામ માછીમારોને શેલ્ટર હોમ લવાયા હતા. જણાવી દઈએ કે, જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદનાં કારણે જિલ્લાની તમામ નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. ઓરંગા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારનાં લોકો આખી રાત જાગવા મજબૂર થયા હતા. તરિયાવાળ, ભરૂડિયાવાડ, કાશ્મીરાનગર (Kashmiranagar), લીલાપુર હનુમાન ભાગડા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતાં વલસાડમાં સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. માહિતી મુજબ, હનુમાન ભાગડા વિસ્તારનાં 400 થી વધુ ઘરોનાં લોકો સંપર્ક વિહોણા થયા છે.

આ પણ વાંચો - VADODARA : નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

Tags :
Advertisement

.