Valsad : ઉમરગામ GIDC ની કંપનીમાં ભીષણ આગ, મોડી રાતે ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા
- Valsad નાં ઉમરગામ GIDC ની કંપનીમાં ભીષણ આગ
- મોડી રાતે થર્ડ ફેસની ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ
- 5 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો
વલસાડમાં (Valsad) ઉમરગામ GIDC ની કંપનીમાં મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. થર્ડ ફેસની ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા 5 થી વધુ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, આગની ઘટનામાં કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થયો હતો.
આ પણ વાંચો - Amreli: મોટા ગોખરવાળા ગામે યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
5 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી કાબૂ મેળવ્યો
વલસાડ જિલ્લાનાં (Valsad) ઉમરગામ GIDC ની કંપનીમાં ગત મોડી રાતે વિકરાળ આગ લાગી હતી. થર્ડ ફેસની ક્લિયર પોલી પ્લાસ્ટ નામની કંપનીમાં આગની ઘટના (Umargam GIDC Fire Incident) બનતા વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં પ્લાસ્ટિકનાં ફાઈલ અને ફોલ્ડર બનાવવામાં આવે છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો - Amreli: વાડીમાં કામ કરતા ખેડૂત પર શ્વાને કર્યો હુમલો, મો અને માથાના ભાગે આવ્યા 10 ટાંકા
ભીષણ આગથી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા
આગની ઘટનામાં કંપનીમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થયો હતો. કંપનીમાં આગ કંઈ રીતે લાગી તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા જ્યારે આગની જવાળાઓ 10 ફૂટ ઊંચે ઊઠી હતી. મોડી રાતે આગની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ કાબૂમાં આવી જતા ફાયર બ્રિગેડ (Fire Brigade) અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો - Dahod: પત્નીએ જ કરાવી હતી પતિની કરપીણ હત્યા, પ્રેમી સહિત ચાર આરોપીઓને પોલીસે દબોચ્યા