Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valsad : વાપીમાં બાઇકસવાર પર આખલાએ અચાનક કર્યો જીવલેણ હુમલો, જુઓ હચમચાવતો Video

વલસાડનાં (Valsad) વાપીમાં રખડતા ઢોરનાં ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીનાં (Vapi) ડુંગરામાં બાઈકચાલક પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં...
08:45 PM Aug 13, 2024 IST | Vipul Sen

વલસાડનાં (Valsad) વાપીમાં રખડતા ઢોરનાં ત્રાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાપીનાં (Vapi) ડુંગરામાં બાઈકચાલક પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. આ ઘટનામાં બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/mediae4fb5120-5986-11ef-af08-7bd5ffe1faa3.mp4

આ પણ વાંચો - Tiranga Yatra : અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, અમિત શાહે લોકોને કરી આ ખાસ અપીલ

વાપીના ડુંગરામાં બાઈકચાલક પર આખલાનો હુમલો

વલસાડમાં (Valsad) ફરી એકવાર રખડતા ઢોરના ત્રાસની ઘટના બની છે. માહિતી મુજબ, વલસાડનાં વાપીમાં આવેલા ડુંગરાનાં (Dungra) દિલીપનગર વિસ્તારમાં રખડતા ઢોરનાં હુમલાની ઘટના બની છે. વિસ્તારમાં રોડની સાઇડ પર આખલો ઊભો હતો ત્યારે ત્યાંથી બાઇક પર એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, અચાનક જ રોડની સાઇડમાં ઊભેલા આખલાએ બાઇકસવાર પર હુમલો કર્યો હતો. આખલાનાં હુમલાથી બાઇકસવાર જમીન પર પટકાયો અને ઢસડાયો હતો.

આ પણ વાંચો - ભૂતિયા-ગુલ્લીબાજ Teachers સામે કાર્યવાહી, બીજી તરફ વાવ-સુત્રાપાડામાં શિક્ષક-આચાર્યને લઈ થયો ચોંકાવનારો ઘટસ્ફોટ!

બાઈકચાલક રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ થઈ

રોડ પર પટકાતા બાઇકચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો બાઇકસવારની મદદે આવ્યા હતા અને ઇમરજન્સી સેવામાં કોલ કરી ઇજાગ્રસ્ત બાઇકસવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આખલા દ્વારા બાઇકસવાર પર હુમલાની આ હચમચાવતી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. વાપીમાં જાહેર રસ્તા પર રખડતા પશુઓની સમસ્યા હાલ પણ યથાવત છે, જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!

Tags :
bull attacked a bikerCctv FootageDilipnagar​​DungraGujarat FirstGujarati NewsValsadvapi
Next Article