Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vajubhai Vala : કોઇની મીઠી નજર હોય તો જ આવું ચાલે...!

Vajubhai Vala : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) એ આક્રોશ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટના માટે અધિકારીઓ જવાબદાર છે. અધિકારીઓની મીઠી નજર હોય તો જ આવું ચાલે અને તપાસ કરીને તમામની સામે...
vajubhai vala   કોઇની મીઠી નજર હોય તો જ આવું ચાલે

Vajubhai Vala : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા (Vajubhai Vala) એ આક્રોશ વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટના માટે અધિકારીઓ જવાબદાર છે. અધિકારીઓની મીઠી નજર હોય તો જ આવું ચાલે અને તપાસ કરીને તમામની સામે કડક કાર્યવાહી કરવી જરુરી છે.

Advertisement

પરવાનગી આપતા પહેલાં સાત વાર વિચાર કરવો જોઇએ.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 32 નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની પણ રચના કરાઇ છે. જો કે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ આ ઘટના અંગે ઉગ્ર રોષ પ્રગટ કર્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આ દુર્ઘટના છે. ભુતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લઇને કોર્પોરેશન, જીઇબી અને પોલીસ સહિતના તમામ વિભાગે પરવાનગી આપતા પહેલાં સાત વાર વિચાર કરવો જોઇએ.

Advertisement

કોઇની મીઠી નજર હોય તો જ ચાર વર્ષ સુધી ચાલે

તેમણે કહ્યું કે આ ગેમઝોન ચાર વર્ષથી ચાલતો હતો તો અત્યાર સુધી તેના પર કોઇની નજર કેમ ના ગઇ. બે ત્રણ મહિના હોત તો વાત જુદી હતી પણ કોઇની મીઠી નજર હોય તો જ ચાર વર્ષ સુધી ચાલે, તેમણે કટાક્ષ કર્યો કે મીઠાશ આપ્યા વગર મીઠી નજર રહેતી નથી. ગેરકાયદેસર પરવાનગીઓ આપે તેમની જ મીઠી નજર હોય. ગેરકાયદેસર પ્રવૃત્તી ચાલતી હોય અને પરવાનગી વગર જ આવી પ્રવૃત્તી ચાલતી હોય તો અધિકારીઓની મીઠી નજર વગર આ ના ચાલે.

કોઇની પણ મીલી ભગત સાંભળ્યા વગર પોતાની ફરજ બજાવવી જોઇએ

તેમણે એમ પણ કહ્યું કે આવી ઘટનામાં સીટની રચના થાય ત્યારે સીટ ઘટના માટે કોણ જવાબદાર છે તે નક્કી કરે છે પણ આવો બનાવ ભવિષ્યમાં ના બને તે માટે લોકલ અધિકારીઓએ પગલાં લેવા જોઇએ. બહુ સ્પષ્ટ છે કે અધિકારીનું કર્તવ્ય છે કે કોઇની પણ મીલી ભગત સાંભળ્યા વગર પોતાની ફરજ બજાવવી જોઇએ. સુપ્રીમે પણ કહ્યું કે સરકારની લેખીત સુચના જ લો જેથી તમારી જવાબદારી ના રહે. આ ઘટનાની અંદર જે ગેરકાયદેસર પરવાનગી આપી છે તેની સામે પગલા લેવા જોઇએ. પરવાનગી આપ્યા વગર પ્રવૃત્તી ચાલવા દેતા હતા તો તે અધિકારી સામે પગલાં લેવા જોઇએ.

Advertisement

અધિકારી કાયદા મુજબ વ્યવહાર અને વર્તન કરશે તો જ ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે

તેમણે કહ્યું કે કમિશનરની નીચે અનેક અધિકારીઓ હોય છે અને આ અધિકારીઓએ જો કમિશનરને રિપોર્ટ કર્યો હોય અને કમિશનરે પગલાં ના લીધા હોય તો કમિશનરની જવાબદારી હોય પણ નીચલા અધિકારીએ મીઠાશ રાખીને કમિશનરને જાણ જ ના કરી હોય તો કમિશનર જવાબદાર નથી. અધિકારીએ કાયદાનું કડક પાલન કરવું જોઇએ. કાયદાની વિરુદ્ધ રાજકારણી, સામાજીક સંસ્થા કે કોઇની પણ ભલામણ હોય પણ કોઇ પણ ભલામણ તેમણે માન્ય રાખવી જોઇએ નહી અને કાયદા મુજબ વ્યવહાર અને વર્તન કરશે તો જ ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકશે.

રાજકોટ કોર્પોરેશન જ આ ઘટના માટે જવાબદાર

વજુભાઇ વાળાએ કહ્યું કે રાજકોટ કોર્પોરેશન જ આ ઘટના માટે જવાબદાર છે. કોર્પોરેશને આવી પરવાનગી આપતા હજાર વખત વિચારવુ જોઈએ.
મીઠી નજર હોય તો જ ચાર વર્ષથી આવુ ચાલેઃ તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો---- રાજકોટ અગ્નિકાંડમાં આખરે 8 આરોપી સામે FIR

Tags :
Advertisement

.