Vadtaldham સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ
“સર્વજીવ હિતાવહ ” સંદેશને વરેલ વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણોને ચંપલનું વિતરણ કર્યું હતું.
07:24 PM Apr 14, 2025 IST
|
Vishal Khamar
- વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગરમીમાં ઉમદા કાર્ય
- ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં જરૂરિયાતમંદોને ચંપલોનું વિતરણ
- વડતાલધામના ૨૦૦ ઉપરાંત સ્વયંસેવકો 15 હજાર જેટલી ચંપલોનું વિતરણ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ ”ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉ સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલ ના યજમાનપદે તા. 13 એપ્રિલને રવિવારના રોજ 15 હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .
પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેક વિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળા માં આકાશ માંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકેને ગરમીથી રાહત મળે તે માટે 15 હજાર ઉપરાંત ચંપલજોડીનું વિતરણકરવામાં આવ્યું હતું ભગવાન શ્રી હરિના “ સર્વ જીવ હિતાવહ ”સંદેશ ને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિ:શુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે. આ ઉપરાંત ખંભાતમાં આંખની જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે.
આ પણ વાંચોઃ Maharastra: હનુમાન જયંતિના દિવસે વિશ્વની સૌથી ઊંચી હનુંમાન પ્રતિમાનો જલાભિષેક કરાયો
તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ વડતાલધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ( ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી 250 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને 15 હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પુ શ્યામવલ્લભદાસજી સ્વામી ની પ્રેરણાથી કરવામાં આવી હતી .
આ પણ વાંચોઃ અસામાજિક તત્વોના ત્રાસથી હટાવાયેલી હનુમાનજીની મૂર્તિને Devbhoomi Dwarka Police એ પુનઃસ્થાપિત કરી