VADODARA : 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ સાઇલેન્સર પર બુલડોઝર ફર્યું
VADODARA : શહેરમાં બાઈકર્સ ગેંગ હોય કે અન્ય વાહન ચાલકો કે જેઓ મોટર સાયકલમાં મોડીફાઇડ કરેલા સાઇલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાથી પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આજે ટ્રાફિક શાખા (TRAFFIC POLICE - VADODARA) દ્વારા 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ કરેલા સાઇલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. (DESTROY LOUD MODIFIED SILENCER - VADODARA)
ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે
શહેરમાં ખાસ કરીને સાંજના અને રાત્રીના સમય દરમિયાન રેસર બાઈક હોય કે મોટર સાયકલમાં ખાસ પ્રકારના મોડીફાઇડ કરીને સાઇલેન્સર લગાવી દઈ મુખ્ય રસ્તા પર બાઈકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા હોય છે. ખાસ કરીને બાઈકર્સ ગેંગના કે અન્ય મોટર બાઈકના વાહન ચાલક મોડીફાઇડ કરેલા ઇન્દોરી કે પંજાબી સાઇલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહે છે. જેનાથી અકસ્માતનો ભય રહેલો હોય છે. સતત ઘોંઘાટ ફેલાતી ઘટનાના પગલે આ સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે.
સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે કાર્યવાહી કરાઇ
આજે શહેર પોલીસે મોડીફાઇડ કરેલા સાઇલેન્સરવાળી બાઇકો જપ્ત કરી હતી અને તેમાંથી આવા સાઇલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે તે રીતે મોડીફાઇડ કરેલા સાઇલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આજે સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડીફાઇડ જપ્ત કરેલા 108 સાઇલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 75થી વધુ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવ્યું હોવાનું ટ્રાફિક એસીપીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો --- VADODARA : 3 નોટીસ બાદ બિલ્ડીંગ લોકો માટે જોખમી સાબિત થયું