Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : નેતા, કોર્પોરેટર અને અધિકારીઓ સામે વડોદરાવાસીઓમાં રોષ, હવે આ નેતાનો લોકોએ ઉધડો લીધો!

વડોદરામાં (Vadodara) પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે. સ્થાનિક નેતાઓ, કોર્પોરેટરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હવે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓને જનતાનાં આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે....
vadodara   નેતા  કોર્પોરેટર અને અધિકારીઓ સામે વડોદરાવાસીઓમાં રોષ  હવે આ નેતાનો લોકોએ ઉધડો લીધો

વડોદરામાં (Vadodara) પૂરગ્રસ્ત વિસ્તારોમાં હવે વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે. સ્થાનિક નેતાઓ, કોર્પોરેટરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હવે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક નેતાઓને જનતાનાં આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ ધારાસભ્ય મનિષા વકીલ, શહેર ભાજપ પ્રમુખ, વિધાનસભા દંડક, મેયર, કોર્પોરેટર સામે જનતા રોષે ભરાઇ હતી અને રાશન કીટ વિતરણ સહિત સાફ-સફાઇ કરવા ગયેલા નેતાઓ સામે જનતાએ વિરોધ નોંધાવ્યો હતો. આ વચ્ચે ધારાસભ્ય કેયુર રોકડિયાને (MLA Keyur Rokadia) પણ જનતાનાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -Vadodara :ભાજપના મહિલા નેતાએ શરમ નેવે મૂકી! જુઓ Video

સયાજીગંજમાં MLA કેયુર રોકડીયા સામે લોકોસમાં રોષ

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાનાં સયાજીગંજમાં (Sayajiganj) સ્થાનિક લોકોએ MLA કેયુર રોકડિયાનો ભારે વિરોધ કર્યો હતો. MLA કેયુર રોકડિયા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા અને રાશન કીટ વિતરણ કરતા સમયે લોકોએ તેમનો ઊગ્ર વિરોધ કર્યો હતો. આથી, MLA એ રાશન કીટ વિતરણ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. અગાઉ વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને શહેર ભાજપ (BJP) પ્રમુખ, ધારાસભ્યોનો પણ વડોદરાની જનતાએ બરોબરનો ઉધડો લીધો હતો. પૂરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા ગયેલા ધારાસભ્ય મનિષા વકીલને પણ લોકોનાં રોષનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાંથી પરત ફરી જવાની ફરજ પડી હતી.

Advertisement

આ પણ વાંચો -VADODARA : કોંગ્રેસ ઘરે ઘરે જઇને સરવે કરશે, વળતરની રકમ વધારવા ઉઠાવી માંગ

કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતનો ભાજપે કર્યો વિરોધ

ઉપરાંત, વડોદરાનાં સલાટવાડામાં કોર્પોરેટર બંદીશ શાહનો (Bandish Shah) પણ લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે, બે દિવસ સુધી ક્યાં હતાં ? લોકોનો રોષ જોઇને કોર્પોરેટર બંદીશ શાહ નાશી ગયા હતા. બીજી તરફ કોંગ્રેસ (Congress) કોર્પોરેટર અમીબેન રાવતનો (Amiben Rawat) ભાજપનાં કોર્પોરેટર વર્ષાબેન વ્યાસે નાગરિકો સાથે મળી વિરોધ કર્યો હતો. આ વિરોધનાં પગલે અમીબેન રાવતને સ્થળ પરથી નીકળી જવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પૂરનાં સમયે કોઈ નેતા, કોર્પોરેટર કે ઉચ્ચ અધિકારી જનતાની ભાળ લેવા ગયા નહોતા. વડોદરામાં (Vadodara) સતત 4-5 દિવસ પડેલા વરસાદે પૂરની સ્થિતિ સર્જી હતી. અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વડોદરાવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. લોકોને દૂધ, પાણી જેવી જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ માટે પણ વલખાં મારવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં કોઈ નેતા, કોર્પોરેટર કે ઉચ્ચ અધિકારી લોકોની મદદે ન આવતા હવે વડોદરાવાસીઓમાં ભારે રોષ છે.

Advertisement

આ પણ વાંચો -VADODARA : વગર ચૂંટણીએ નેતા-કાર્યકર્તાઓના બહિષ્કારના બેનર લાગ્યા

Tags :
Advertisement

.