Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : હત્યા કેસની FIR માં પોલીસની ગોઠવણ, બુટલેગર-તાડીનો ઉલ્લેખ ટાળ્યો

Vadodara : ખોટા કામ કરતી પોલીસને ગુજરાત સરકાર (Gujarat Government) કરતાં વધુ ડર ચૂંટણી પંચ (Election Commission) નો લાગે છે. વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadoadara Rural Police) તાજેતરમાં એક હત્યા કેસમાં નોંધેલી ફરિયાદ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તાડી વેચાણના બાકી રૂપિયાની...
vadodara   હત્યા કેસની fir માં પોલીસની ગોઠવણ  બુટલેગર તાડીનો ઉલ્લેખ ટાળ્યો

Vadodara : ખોટા કામ કરતી પોલીસને ગુજરાત સરકાર (Gujarat Government) કરતાં વધુ ડર ચૂંટણી પંચ (Election Commission) નો લાગે છે. વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadoadara Rural Police) તાજેતરમાં એક હત્યા કેસમાં નોંધેલી ફરિયાદ તેનું ઉત્તમ ઉદાહરણ છે. તાડી વેચાણના બાકી રૂપિયાની ઉઘરાણીમાં થયેલી હત્યાના એક કેસમાં પાદરા પોલીસ (Padra Police) તેમજ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાની વાસ્તવિકતા છુપાવવાનો ખેલ ખેલ્યો છે. ખેલ પાછળનું કારણ ચૂંટણી પંચ છે. વાસ્તવિકતા જાહેર થાય તો ચૂંટણી પંચ નીચેથી લઈને ઉપર સુધીના પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં કોઈની પણ શરમ ભરે તેમ નથી.

Advertisement

શું છે વાસ્તવિક ઘટના ?

Vadoadara ગ્રામ્યની હદમાં ગેરકાયેદસર રીતે નશાકારક તાડી વેચાણ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મંજૂરીથી બુટલેગરો ખુલ્લેઆમ નશો પીરસી રહ્યાં છે. પાદરા પોલીસ સ્ટેશન (Padra Police Station) ની હદમાં સોખડા કેનાલ પર સુરેશ તડવી તાડીનું સ્ટેન્ડ ચલાવતો હતો. પાદરા તાલુકાના ડભાસ ગામના વતની વિકાસ પાટણવાડીયા અવારનવાર સુરેશ તડવીના સ્ટેન્ડ પર તાડી પીવા જતાં હતાં. તાડીના વેચાણ પેટે 1500 રૂપિયા બુટલેગર સુરેશને લેવાના હોવાથી તેણે વિકાસનો મોબાઈલ ફોન પડાવી લઈ માર માર્યો હતો. આ વાતને લઈને વિકાસના સગા ભાઈ કિરીટ અને પિતરાઈઓ ગત રવિવારે સાંજે સોખડા કેનાલ પાસેના સ્ટેન્ડ પર દોડી આવ્યા હતાં. જ્યાં આ મામલે બોલાચાલી થતાં સુરેશ અને તેના સાગરીતોએ લાકડીઓ વડે પાટણવાડીયા બંધુઓ પર ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં વિકાસનું મોત નિપજ્યું છે. જ્યારે કિરીટ સહિતના લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.

પોલીસે ફરિયાદમાં શું દર્શાવ્યું ?

હત્યાની ઘટના બાદ Vadoadara જિલ્લા પોલીસ વડાથી લઈને પાદરા પોલીસ સુધીના તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓએ મૃતક વિકાસના ભાઈ કિરીટ પાટણવાડીયાનો સંપર્ક કર્યો હતો. ગણતરીના સમયમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ તડવી, વિશાલ, એક મહિલા સહિત 5 લોકો સામે હત્યા તેમજ લૂંટનો ગુનો (Murder Robbery Case) નોંધવામાં આવ્યો. પોલીસ ફરિયાદમાં મૃતક વિકાસે અને સુરેશ તડવી પાસેથી 1500 રૂપિયા ઉછીના લીધા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

Advertisement

બદલી-કાર્યવાહીથી બચવા ગોઠવણ કરી

લોકસભા ચૂંટણીની આચારસંહિતા (Code of Conduct) શનિવારથી લાગુ થઈ ગઈ હોવાથી પોલીસ અધિકારીઓને ચૂંટણી પંચની કડક કાર્યવાહીનો ડર લાગ્યો. ચૂંટણી પંચને ગુમરાહ કરવા Vadoadara ગ્રામ્યના પોલીસ અધિકારીઓએ ફરિયાદીથી લઈને સ્થાનિક મીડિયા સુધી તમામ સ્તરે ગોઠવણ કરી લીધી. હત્યા-લૂંટ કેસની ફરિયાદમાં સુરેશ તડવી બુટલેગર (Suresh Tadvi Bootlegger) પ્રસ્થાપિત ના થાય તેની સંપૂર્ણ કાળજી રાખી છે. સાથે સાથે ગેરકાયદેસર તાડી વેચાણની પોલ ના ખુલી જાય તે માટે ફરિયાદી કિરીટ પાટણવાડીયાને કોઈની પણ સાથે ફોન પર વાત નહીં કરવા માટે પોલીસ અધિકારીઓએ સૂચના આપી છે.

આ પણ વાંચો - VADODARA : એક સ્ટેશન-એક પ્રોડક્ટ્સ અંતર્ગત શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી, મહેનતને મળ્યું માધ્યમ

Advertisement

આ પણ વાંચો - VADODARA : આચાર સંહિતા લાગુ થતા 2974 થી વધુ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરાઇ

Tags :
Advertisement

.