VADODARA : 3 નોટીસ બાદ બિલ્ડીંગ લોકો માટે જોખમી સાબિત થયું
VADODARA : વડોદરા (VADODARA) ના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ પાસે ત્રણ માળનો સુર્યકિરણ ફ્લેટ રાત્રે ધરાશાયી (OLD BUILDING COLLAPSE - VADODARA) થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત 1 યુવકનો બહાર નીકળી જવાના કારણે બચાવ થયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટર, જોઇન્ટ પોલીસ કમિશનર, ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો. કોઇ દબાયું છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોડી રાત સુધી લાશ્કરોએ જેસીબીથી કાટમાળ હટાવ્યો હતો. આ કામગીરી આજે બપોર સુધી ચાલી હતી. તે બાદ મ્યુનિસિપલ કમિશનર સ્થિતીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાઉસિંગ બોર્ડ સાથે સંકલન કરીને કામગીરી કરવાની વાત મીડિયા સમક્ષ કહી હતી.
ત્રણ નોટીસ ઇશ્યું કરી હતી
મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવન્યું કે, અમે ઘટના સ્થળે જોવા માટે આવ્યા હતા. કેવી રીતે આ ઘટના સર્જાઇ છે, રાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળનું બિલ્ડીંગ પડી ગયું હતું. તે પડી ગયું હતું. તેના કાટમાળને દુર કરવાનું કામ ચાલી રહ્યું છે. હાલની સ્થિતીને કાબુમાં કરવા માટે નવા ડે. મ્યુનિસિપલ કમિ. ગંગાસિંગ સ્થળ પર આવી પહોંચ્યા છે. આખું ઝોનનું કાર્ય તે સંભાળી રહ્યા છે. અમારી જાણકારી અનુસાર, ત્રણ નોટીસ ઇશ્યું કરી હતી.
લોકોને જોખમ ના સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું છે. આ મામલે હાઉસિંગ બોર્ડ સાથે સંકલન કરીને કામ કરવાનું રહેશે. ઝોનના ડે. મ્યુનિ. કમિ. સંકલનમાં રહેશે. લોકોને જોખમ ના સર્જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. પુરી તપાસ ડીએમસી લેવલ પર કરવામાં આવશે, અને તેનો રીપોર્ટ ફાઇલ કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ગોલ્ડન ચોકડી પાસે બસનો ભયાનક અકસ્માત, બે ના મોત