VADODARA : MSU ના પૂર્વ વીસીએ બંગલોમાં 'લક્ઝૂરીયસ હોટલ' સ્ટાઇલ ખર્ચ કર્યો
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાય મહારાજા સયાજીરાવ યુનિ. (MSU - VADODARA) ના લાયકાત વગરના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવ (EX VC MSU - VIJAYKUMAR SHRIVASTAV) દ્વારા તેમના સત્તાવાર બંગ્લોમાં લક્ઝૂરીયસ હોટલ સ્ટાઇલ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ વીસી દ્વારા અંદરથી બહારનું કોઇ ના જોઇ શકે તે પ્રકારે મોંઘાદાટ સ્પેશિયલ કાચ તથા અન્ય ફર્નિચર પાછળ લાખો રુપિયાનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિજયકુમાર શ્રીવાસ્તવની લાયકાત સામે કોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. તેની સુનવણી દરમિયાન તેમણે રાજીનામું ધરી દીધું હતું. જે બાદ એક પછી એક લાયકાત વગરના પૂર્વ વીસીના ભોપાળા બહાર આવી રહ્યા છે.
સનસનીખેજ વિગતો સપાટી પર આવી
MSU ના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદમાં રહેનારા વીસીમાં વિજયકુમાર શ્રીવાસ્તવનું નામ આવે છે. પહેલા જ દિવસથી તેમણે જોહુકમી શરૂ કરી દીધી હતી. પોતે જ સાચા છે, તેમ માનીને તેઓ મનસ્વી નિર્ણયો લેતા ગયા હતા. દરમિયાન તેમની લાયકાત સામે કોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવતા મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન તેમણે કોર્ટમાં રાજીનામું ધરી દીધું હતું. બાદમાં સનસનીખેજ વિગતો સપાટી પર આવી હતી. જે અનુસાર, તેમણએ વીસીના સત્તાવાર નિવાસ સ્થાન ધન્વંતરી બંગ્લો ના રિનોવેશન પાછળ રૂ. 50 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો.
રૂ. 18 લાખના ખર્ચે 7 દેશોની યાત્રા કરી
તેમણે બંગ્લામાં લક્ઝૂરીયસ હોટલ જેવો ખર્ચ કરતા મોંધી ટાઇલ્સ, ફર્નિચર, બહારથી અંદર ના જોઇ શકાય તેવા ગ્લાસ વગેરે નંખાવ્યું હતું. એટલું જ નહિં તેમણે રૂ. 18 લાખના ખર્ચે 7 દેશોની યાત્રા પણ કરી હતી. આમ, પૂર્વ વીસીએ પોતે લાયકાત વગરના હોવાનું જાણતા હોવા છતાં સુખ-સુવિધા લેવામાં કોઇ પણ પાછીપાની કરી ન્હતી.
આ પણ વાંચો --- VADODARA : નકલી ફાયર NOC મામલે ફરિયાદ, એજન્સીનું નામ ખૂલ્યું