Vadodara : BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજના નેતા-પોલીસ પર પ્રહાર!
- BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો (Vadodara)
- જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો વીડિયો વાઇરલ
- વીડિયોમાં નેતા અને પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
વડોદરામાં (Vadodara) BJP નાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં જૈન મુનિએ નેતા અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. વડોદરાનાં રાજકીય નેતાઓ મૃતકની લાશ પર રાજનીતિ કરતા હોવાનાં વીડિયોમાં ગંભીર આક્ષેપ કરાયા છે. વીડિયોમાં જૈન મુનિ સૂર્ય સાગર મહારાજ આકરા વલણમાં જોવા મળે છે.
આ પણ વાંચો - Surat : સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત
જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો વીડિયો વાઇરલ
વડોદરામાં (Vadodara) થોડા દિવસ પહેલા BJP નાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા) ના પુત્ર તપન પરમારની (Tapan Parmar Case) પોલીસની હાજરીમાં ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી સહિત 5 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને જેલ હવાલે કરાયા છે. જો કે, હવે આ બહુચર્ચિત હત્યા કેસ અંગે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો (Jain Muni Surya Sagar Maharaj) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં નેતાઓ પર મૃતકની લાશ પર રાજનીતિ કરતા હોવાનાં ગંભીર આક્ષેપ કરાયા છે. જૈન મુનિ વીડિયોમાં કહેતા સંભળાય છે કે, વડોદરાનાં નેતાઓ મૃતકની લાશ પર રાજનીતિ કરે છે.
આ પણ વાંચો - Ahmedabad : પોલીસે રોક્યો તો ફિલ્મી સ્ટાઇલમાં યુવકે ભગાવી કાર, પછી થયા આવા હાલ, જુઓ Video
'સ્થાનિક નેતાઓએ ન્યાય માટે ભીખ કેમ માગવી પડે છે ?'
વાઇરલ વીડિયોમાં (Viral Video) જૈન મુનિ સૂર્ય સાગર મહારાજ કહેતા સંભળાય છે કે, પોલીસની નજર સામે જ હત્યા થઈ છતાં દિગ્ગજ નેતાઓ આ મામલે ચૂપ છે. રાજસત્તા તમારી પાસે છે, તો કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં થતી. જૈન મુનિ આગળ કહે છે કે, સ્થાનિક નેતાઓએ ન્યાય માટે ભીખ કેમ માગવી પડે છે ? પૂર દરમિયાન પણ 15 લોકોના મોત થયા હતા ત્યારે પણ નેતાઓ કેમ ધરણાં પર ન બેઠાં ? જૈન મુનિનાં આકરા પ્રહારો કરતો આ વીડિયો વાઇરલ થતાં રાજકીય વર્તુળ તેમ જ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો - Anand : પોલીસ સ્ટેશનમાં ઘૂસી પોલીસકર્મી પર હુમલો કરનારા મુખ્ય 6 સહિત 20 થી 25 સામે નોંધાયો ગુનો