Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara:પારૂલ યુનિ.ની સામે મગર નિકળતા દોડધામર મચી, રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો

વડોદરા પારૂલ યુનિ.ની સામે મગર નિકળતા દોડધામ ટીમના સભ્યો સ્થળ પર પહોચી મગરનું કર્યું રેસ્ક્યુ મગરને પકડી વન વિભાગને સોંપ્યો   Vadodara:વડોદરા (Vadodara)જિલ્લામાં વિવિધ તળાવોમાં 1 હજાર કરતાં વધુ મગરો છે અને વડોદરા જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ મગરોની...
vadodara પારૂલ યુનિ ની સામે મગર નિકળતા દોડધામર મચી   રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો
  • વડોદરા પારૂલ યુનિ.ની સામે મગર નિકળતા દોડધામ
  • ટીમના સભ્યો સ્થળ પર પહોચી મગરનું કર્યું રેસ્ક્યુ
  • મગરને પકડી વન વિભાગને સોંપ્યો

Advertisement

Vadodara:વડોદરા (Vadodara)જિલ્લામાં વિવિધ તળાવોમાં 1 હજાર કરતાં વધુ મગરો છે અને વડોદરા જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ મગરોની માનવ વસ્તી તરફની દોડ વધી જતી હોય છે. ત્યારે સતત છઠા દિવસે પણ વડોદરા જિલ્લામાં મગરો નીકળવાનો સિલસિલો યથાવત છે. વાઘોડિયામાં આવેલ પારુલ યુનિવર્સિટી(parul university)ની સામે એક 6 ફૂટનો મહાકાય મગર (crocodile)લટાર મારતા યુનિવર્સિટી કેમ્પસની બહાર ફરતા વિધાર્થીઓ સહિત આસપાસ ખાણીપીણી લારીઓ તેમજ હોટેલ ચલાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

પારુલ યુનિવર્સિટીની સામે  મગર જોવા મળ્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ પારુલ યુનિવર્સિટીની સામે રાત્રીના સમયે એક 6 ફૂટનો ખુંખાર મગર રોડ પર લટાર મારવા આવી ચડતા રોડની આસપાસ આવેલ ખાણી પીણીની લારીઓ તેમજ હોટલના સંચાલકો સહિત જમવા આવેલ યુનિવર્સિટીના વિધાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

મગરનું રેસ્ક્યુ કરતાં  લોકોએ  રાહતનો શ્વાસ લીધો

મહાકાય ખુંખાર મગરની લટાર અંગેની જાણ લોકો દ્ધારા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. એક કલાકની ભારે જહેમત બાદ 6 ફૂટના મહાકાય ખુંખાર મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી વન વિભાગ(Forest Department)ને સોંપ્યો હતો. મગરનું રેસ્ક્યુ થઇ જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Tags :
Advertisement

.