Vadodara : MS યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ રામ ભરોસે! 650 જેટલી પ્રોફેસરોની જગ્યા ખાલી!
- Vadodara ની MS યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી
- યુનિવર્સિટીમાં 650 જેટલી પ્રોફેસરોની જગ્યા ખાલી
- પ્રોફેસરોની ઘટને લીધે વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર અસર
- અભ્યાસક્રમ પૂરો ન થતાં વિધાર્થીઓને ભારે હાલાકી
Vadodara : વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં લાબા સમયથી પ્રોફેસરોની જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે વિધાર્થીઓને અભ્યાસમાં ભારે હાલાકી પડી રહી છે. યુનિવર્સિટીમાં (MS University) કોમન એક્ટ લાગુ પડ્યો પણ શિક્ષાની ગુણવત્તામાં સુધારો થઈ શક્યો નથી. ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કાયમી પ્રોફેસરોની ભરતી કરાતી નથી. અભ્યાસક્રમ પૂરો ન થતાં વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Vadodara: પંડિત મદન મોહન માલવિયાના વિચારોને જીવંત કરવાની જરૂર છે:પ્રો.ધીરેન્દ્ર પાલ સિંહ
યુનિવર્સિટીમાં 650 જેટલી પ્રોફેસરોની જગ્યા ખાલી
વડોદરાની MS યુનિવર્સિટી (MS University) કોઈનાં કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હવે આ યુનિવર્સિટી વધુ એક મોટા વિવાદોમાં સપડાઈ છે. MS યુનિવર્સિટીમાં નવી ભરતી ન થતાં પ્રોફેસરોની 650 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. કાયમી પ્રોફેસરોની ભરતી ન કરવામાં આવતા વિધાર્થીઓનાં અભ્યાસ પર મોટી અસર પડી રહી છે. માહિતી અનુસાર, આ બાબતે અગાઉ અનેક વખત વિધાર્થીઓ અને ટીચિંગ સ્ટાફ એસોસિએશને ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરી છે. છતાં, કાયમી પ્રોફેસરોની ભરતી થતી નથી, જેના કારણે કોલેજ આવતા વિધાર્થીઓનાં લેક્ચર લેવાતા નથી અને વિધાર્થીને પ્રાઇવેટ કોચિંગમાં જવાની ફરજ પડે છે.
આ પણ વાંચો - Vadodara :ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો ફંગોળાયા
કોમન એક્ટ બાદ પણ યુનિવર્સિટીના શિક્ષણ કાર્યમાં કોઈ સુધારો નહી!
વિદ્યાર્થીઓનાં જણાવ્યા અનુસાર, MS યુનિવર્સિટીની (MS University) એપેક્ષ બોડી એટલે કે સેનેટ સિન્ડિકેટ સભ્યો પણ કાયમી શિક્ષકોની ભરતી બાબતે ઉદાસિન રહ્યા. ત્યાર બાદ આશા હતી કે કોમન એક્ટ આવ્યા પછી યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય સુધારશે. જો કે, ત્યાર પછી પણ શિક્ષણ કાર્યમાં કોઈ ફેર પડ્યો નથી અને સારી યુનિવર્સિટી સમજીને વડોદરા (Vadodara) આવેલા વિધાર્થીઓ નિરાશ થયા છે, જે આ બાબતે યુનિવર્સિટીનાં સત્તાધીશોએ મૌન સેવ્યું છે. કોઈ જ અધિકારી બોલવા તૈયાર નથી.
આ પણ વાંચો - VADODARA : ફેટલ અકસ્માતમાં આરોપીઓના સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરતી RTO