Vadodara: રાજય સરકારનો મોટો નિર્ણય, અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે
- વડોદરામાં નુકસાનની અંગે ચૂકવાશે સહાય
- અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલની સહાય કરાશે
- ચૂકવણી માટે 4 અધિકારીઓને જવાબદારી સોંપાઈ
Vadodara: વડોદરા શહેર(Vadodara) માં ભારે વરસાદે (Heavy rain) મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.પુરના પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘુસી ગયા છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયું છે.આ પૂરન્તણાઈથી શહેરમાં લોકો અને તમામ પ્રકારની માલમત્તાને નુકસાન થયું છે. સમસ્યાને ધ્યાનમાં રાખતા, રાજ્ય સરકાર પીડિતો (victims) ને રાહત પૂરી પાડવા માટે કેશડોલ અને વળતર ચૂકવવાનું નક્કી કર્યું છે.
રાહત અને વળતર માટે 4 અધિકારીઓની નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા કેશડોલ અને ઘરવખરીના નુકસાન માટે સહાય ચૂકવણીની જવાબદારી ચાર અધિકારીઓને સોંપવામાં આવી છે. પુરના પાણી ઓસરી જતા, આ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેકિંગ કરીને, કેશડોલ અને ઘરવખરીની સહાય આપવાની જવાબદારી આપવામાં આવી છે. સર્વે કરવા અને પીડિતોને યોગ્ય મદદ પહોંચાડવા માટે આ કામગીરી મહત્ત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગવી સંવેદનશીલતા દાખવીને અતિવૃષ્ટિ તથા પૂર પ્રભાવિત પરિવારોને ઘરઆંગણે કેશડોલ્સ સ્વરૂપે ત્વરિત સહાય.#LetsCare https://t.co/js6gLXzrH1
— CMO Gujarat (@CMOGuj) August 30, 2024
આ પણ વાંચો - Gujarat: 176 ટકા વરસાદ સાથે કચ્છ ઝોનમાં સૌથી મોખરે, આ વિસ્તારમાં સરેરાશ માત્ર એક ટકા જેટલો વરસ્યો
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં
રાજ્ય સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel)દ્વારા વડોદરામાં પૂરની સ્થિતિને લઈ તાત્કાલિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. અધિકારી(Official)ઓ સાથે ચર્ચા કરીને, સરકાર દ્વારા ટૂંક સમયમાં કેશડોલ તેમજ વળતર આપવામાં આવશે, જે પીડિતોને રાહત આપશે. આ પગલાં લોકોને પૂરન્તણાઈના તીવ્ર પ્રભાવથી બહાર લાવવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો - Gondal: 48 કલાક બાદ મળી આવ્યો બાળકનો મૃતદેહ, કાર તણાતા 3 લોકો લાપતા થતા હતા
13 મૃતદેહો મળી આવ્યા
વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે નહિવત્ છે. પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે.26મી ઓગસ્ટ, સોમવારના જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલા વરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરામાં પાણી પાણી કરી નાખ્યું હતું.
આ પણ વાંચો - VADODARA : સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ ન કરતાં 12 બાકીદારોને નોટિસ
તબક્કાવાર રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે: CM
વડોદરા (Vadodara)શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરીયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની ત્રણ કોલમ મોકલવામાં આવી હતી.આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો યોગેશભાઈ પટેલ, મનિષાબેન વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ,પ્રભારી સચિવ વિનોદ રાવ, મુખ્ય મંત્રીના ઓ.એસ. ડી અતુલ ગોર, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.