Uttarakhand : Kedarnath પાસે હિમપ્રપાત, શ્રદ્ધાળુઓ સ્તબ્ધ, Video Viral
રવિવારે વહેલી સવારે કેદારનાથ (Kedarnath)થી ચાર કિલોમીટર ઉપર બરફીલા વિસ્તારમાં જોરદાર અવાજ સાથે હિમપ્રપાત થયું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, કેદારનાથ (Kedarnath) ખીણના ઉપરના છેડે સ્થિત બરફથી ઢંકાયેલી મેરુ-સુમેરુ પર્વતમાળાની નીચે ચૌરબારી ગ્લેશિયરમાં ગાંધી સરોવરના ઉપરના વિસ્તારમાં સવારે 5.06 કલાકે હિમપ્રપાત થયો હતો.
કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી...
રુદ્રપ્રયાગ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકરી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, ચૌરાબરી ગ્લેશિયરમાં સવારના હિમપ્રપાતને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી અને કેદારનાથ (Kedarnath) સહિત સમગ્ર વિસ્તાર સુરક્ષિત છે. આ વિસ્તારમાં હિમપ્રપાત એ સામાન્ય કુદરતી ઘટના છે. સવારે કેદારનાથ (Kedarnath) મંદિરમાં દર્શન માટે ગયેલા ભક્તો પણ આ ઘટનાના સાક્ષી બન્યા અને ઘણા લોકોએ તેને પોતાના મોબાઈલમાં કેદ પણ કરી લીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
VIDEO | Uttarakhand: An avalanche occurred over Gandhi Sarovar in Kedarnath. No loss of life and property was reported. More details are awaited. pic.twitter.com/yfgTrYh0oc
— Press Trust of India (@PTI_News) June 30, 2024
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ...
વીડિયોમાં ચૌરબારી ગ્લેશિયર અને ગાંધી સરોવર ઉપર હિમપ્રપાતને કારણે બરફનું એક વિશાળ વાદળ તેજ ગતિએ નીચે જતું જોવા મળે છે અને ઊંડી ખાડીમાં ફસાઈ ગયું છે. આ દરમિયાન મંદિર અને અન્ય વિસ્તારોમાં ઉપસ્થિત યાત્રિકો અને અન્ય લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ધામમાં હાજર ગઢવાલ મંડલ વિકાસ નિગમના કર્મચારી ગોપાલ સિંહ રૌથાને પત્રકારોને જણાવ્યું કે, 'લગભગ પાંચ મિનિટ સુધી આ કુદરતી ઘટનાને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.'
વૈજ્ઞાનિકોએ હવાઈ સર્વે કર્યો...
તેમણે જણાવ્યું કે 8 જૂને પણ ચૌરબારી ગ્લેશિયરમાં હિમપ્રપાત થયો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022 માં પણ અહીં ત્રણ વખત હિમપ્રપાત થયો હતો. તે જ સમયે, 2023 ના મે અને જૂનમાં, ચૌરબારીને અડીને આવેલા કમ્પેનિયન ગ્લેશિયરમાં હિમપ્રપાતની પાંચ ઘટનાઓ નોંધવામાં આવી હતી. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટસેન્સિંગ અને વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ આ વિસ્તારનું હવાઈ સર્વે કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિક ટીમે હિમાલયન ક્ષેત્રમાં આ ઘટનાઓને સામાન્ય ગણાવી હતી, પરંતુ કેદારનાથ (Kedarnath) મંદિર વિસ્તારમાં સુરક્ષાને વધુ સારી બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : Maharashtra : Lonavala માં એક જ પરિવારના 5 લોકો પાણીમાં તણાયા, 2 ના મૃતદેહ મળ્યા…
આ પણ વાંચો : Bihar ને વિશેષ દરજ્જો આપવાને લઈને ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, NEET વિશે પણ કહી આ વાત…
આ પણ વાંચો : Jharkhand : ભારે વરસાદના કારણે નિર્માણધીન બ્રિજ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં…