Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Badaun Murder : એક, બે કે ત્રણ નહીં કર્યા હતા 23 ઘા, Post Mortem Report માં સામે આવી ક્રૂરતા

Badaun Murder: ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાએ ભારતને હચમચાવી નાખ્યું છે. યુપીના બદાયૂંમાં બે માસૂમ બાળકોની હત્યાની ઘટનાથી બધા ચોંકી ગયા છે. અત્યારે બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં હત્યારા સાજિદની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હત્યારા...
badaun murder   એક  બે કે ત્રણ નહીં કર્યા હતા 23 ઘા  post mortem report માં સામે આવી ક્રૂરતા

Badaun Murder: ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાએ ભારતને હચમચાવી નાખ્યું છે. યુપીના બદાયૂંમાં બે માસૂમ બાળકોની હત્યાની ઘટનાથી બધા ચોંકી ગયા છે. અત્યારે બાળકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં હત્યારા સાજિદની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હત્યારા સાજિદે આયુષ અને અહાન પર 1, 2 વખત નહીં પરંતુ કુલ 23 વખત ઘા કર્યો હતો. આટલી હદે ક્રૂરતા તેમનીક્રૂર માનસિકતાને છતી કરે છે.

Advertisement

રિપોર્ટમાં સામે આવી હકીકત

પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત કરવામાં આવે તો, સાજિદે પહેલા બાળકોનું ગળું કાપ્યુ હતું અને ત્યાર બાદ છાતી, પીઠ, હાથ અને પગ પર ઘા કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે આયુષના શરીર પર 14 અને અહાનના શરીર પર 9 ઘા જોવા મળ્યા હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આયુષ અને અહાનના મૃતદેહ પર અનેક તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

માણસ આટલી ક્રૂરતા કઈ રીતે કરી શકે?

આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે, રિપોર્ટ પ્રમાણે બાળકોના પગ પર તેવી રીતે ઘા કરવામાં આવ્યો છે જાણે કોઈ ભાગી રહ્યું હોય અને પછી તેના પર ઘા કરવામાં આવ્યો હોય. કોઈ સામાન્ય માણસ આટલી ક્રૂરતા કઈ રીતે કરી શકે? આ બાળકોની હત્યાથી અત્યારે રાજ્ય સહિત સમગ્ર ભારતમાં લોકો ચિંચત થઈ રહ્યાં છે. આ બન્ને બાળકો હત્યારાઓને ભાઈ કહીને બોલાવતા હતા, છતાં પણ માનસિક ક્રૂરતાથી ભરેલા હેવાન સાજિદ અને જાવેદે બાળકોની હત્યા કરી નાખી.

Advertisement

જાવેદ પર યુપી પોલીસે 25 હજારના ઈનામની જાહેરાત કરી

આ ઘટનામાં થયેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો, યુપી પોલીસે અત્યારે એક હત્યારા સાજિદનું ત્રણ ગોળીઓ મારીને એન્કાઉન્ટર કર્યું છે. જ્યારે તેના ભાઈ જાવેદ પર અત્યારે પોલીસે 25 હજારનું ઈનામ જાહેર કર્યું છે. હત્યારે જાવેદ અત્યારે ફરાર છે. પોલીસ તેની અત્યારે તપાસ કરી રહીં છે. નોંધનીય છે કે મંગળવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ જાવેદ અને સાજીદ પૈસા માંગવા વિનોદના ઘરે પહોંચ્યા હતા. વિનોદની પત્ની ઘરના બીજા માળે પાર્લર ચલાવે છે. આ દરમિયાન વિનોદની પત્ની ચા બનાવવા ઘરની અંદર ગઈ હતી. જ્યારે સાજીદ ટેરેસ પર પાર્લરની અંદર ગયો હતો અને જાવેદ ઘરની બહાર ઊભો રહ્યો હતો.

Advertisement

માસુમ બાળકોની હત્યા કરવાથીં શું મળ્યા આ હેવાનોને?

આ દરમિયાન વિનોદનો મોટો દીકરો પાણી લઈને ટેરેસ પર પહોંચ્યો ત્યારે સાજિદે તેને માર માર્યો હતો. થોડા સમય પછી વિનોદનો નાનો દીકરો ચા લઈને પહોંચ્યો ત્યારે સાજિદે તેને પણ માર્યો હતો. જ્યારે વિનોદનો વચલા પુત્ર ઉપરના માળે પહોંચ્યો ત્યારે સાજીદે તેને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે કોઈક રીતે બચી ગયો હતો. પોલીસ અત્યારે જાવેદની તપાસ કરી રહીં છે અને તેના પર 25 હજારના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Badaun double murder case : આરોપી સાજિદના એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ થશે, DM નો આદેશ…

આ પણ વાંચો: UP : ઘોર કળિયુગ! ભાભી સાથે ઝઘડો થતા ફોઈએ 2 માસૂમ બાળકોને આપ્યું દર્દનાક મોત…

આ પણ વાંચો: UP : ડબલ મર્ડર કેસમાં થયો મોટો ખુલાસો, આરોપીની માતાએ તોડ્યું મૌન…

Tags :
Advertisement

.