Uttar Pradesh: અજબ પ્રેમ કી ગજબ કહાણી! પ્રેમી સાથે રહેવા ત્રણ બાળકોની માતા લાઈટના થાંભલે ચડી
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં એક અનોખી ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો એક વિવાહિત મહિલાએ પોતાના પ્રેમી સાથે રહેવા માટે અજીબ હરકત કરી હતીં. મળતી માહિતી પ્રમાણે ત્રણ બાળકોની માતાએ તેના પતિને કહ્યું કે, તે પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે. જો કે સ્વાભાવિક છે કે, તેનો પતિ સાથે રહેવાની ના જ પાડવાનો છે. પતિને ના પાડી તો પરિણીતાએ તેના પ્રેમી સાથે રહેવા માટે વધારે જીત કરી અને લાઈટના થાંભલા પર ચડી ગઈ હતીં.
ત્રણ બાળકોની માતા અન્ય પુરુષના પ્રેમમાં પડી
નોંધનીય છે કે, આ મામલો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગોરખપુરમાં આવેલા પિપરાઈચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. જ્યાં બુધવારે બપોરે 12 વાગ્યાના સુમારે મહિલા ઘરની બહાર આવી ઈલેક્ટ્રીક પોલ પર ચઢી હતી. ત્યાર બાદ ત્યાં હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. થોડી જ વારમાં ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. વાસ્તવમાં, ત્રણ બાળકોની માતા એક પુરુષના પ્રેમમાં પડી હતી, જ્યારે પતિએ તેનો વિરોધ કર્યો તો મહિલા ગુસ્સે થઈ ગઈ અને ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢી ગઈ હતી. આ પછી તેણે 11 હજાર કેવીએના હાઈ ટેન્શન વાયરને ચુસ્તપણે પકડી રાખ્યો હતો. સદ્નસીબે તે સમયે લાઈટો બંધ થઈ ગઈ હતી અન્યથા મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ અંગેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને કોઈક રીતે શાંત પાડીને નીચે ઉતારી.
આ પ્રેમ સંબંધ છે કે પારિવારિક ઝઘડો?
આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 34 વર્ષની મહિલાનો એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને તેના પતિ સાથે આ મામલે ઝઘડો પણ ચાલી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ મહિલાના પતિનું નામ રામ ગોવિંદ છે અને તેની ઉંમર 35 વર્ષની છે. તે ઘર ચલાવવા માટે મજૂરી કામ કરે છે. આ મહિલા તેના પ્રેમીને ઘરમાં રાખવા માટે મક્કમ હતી, જેના કારણે રસ્તા પર જ મારામારી થઈ હતી. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિજળી વિભાગ સાથે વાત કરી અને તેઓએ આવીને મહિલાને શાંત પાડી અને નીચે ઉતારી.
પોલીસે ઘણી સમજાવીને મહિલાને નીચે ઉતારી હતી
આ મામલે પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, સામાન્ય તપાસમાં તો આ પારિવારિક ઝઘડો લાગી રહ્યો છે. પોલીસ અધિકારી અમિત શર્માએ જણાવ્યું કે, માહિતી મળતા પોલીસ જ્યારે ત્યા પહોંચી ત્યારે મહિલા લાઈટના થાંભલે ચડેલી હતીં. મહિલાને સમજાવ્યા બાદ તેને વીજળી વિભાગની ટીમની મદદથી નીચે ઉતારવામાં આવે છે. હાલ મહિલા સુરક્ષિત છે અને તેને તેના પતિ સાથે ઘરે મોકલી દેવામાં આવી છે. આ મામલે કોઈની પણ ફરિયાદ મળી નથી.