Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર પર કાયદાનું ચાલ્યું હંટર, ડ્રગ્સ કેસમાં દોષિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેન (US President Joe Biden's son Hunter Biden) ને આજે જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવા અને ડ્રગના ઉપયોગ વિશે ખોટું બોલવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જણાવી દઇએ...
અમેરિકન રાષ્ટ્રપતિના પુત્ર પર કાયદાનું ચાલ્યું હંટર  ડ્રગ્સ કેસમાં દોષિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હંટર બાઈડેન (US President Joe Biden's son Hunter Biden) ને આજે જ્યુરી દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને ગેરકાયદેસર રીતે બંદૂક ખરીદવા અને ડ્રગના ઉપયોગ વિશે ખોટું બોલવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, હંટર બાઈડેન પર ઓક્ટોબર 2018માં કોલ્ટ કોબ્રા હેન્ડગન ખરીદવાનો આરોપ હતો, પરંતુ તેણે તેના સંબંધમાં સાચી માહિતી આપી ન હતી.

Advertisement

ડ્રગ્સ અને હથિયારના કેસમાં હંટર બાઇડન દોષિત

તેના પર એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તે દરમિયાન તે ડ્રગ્સની લતમાં હતો અને નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. જણાવી દઇએ કે, અમેરિકામાં એવો કાયદો છે કે જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે તેની પાસે બંદૂક કે કોઈ ઘાતક હથિયાર હોવા ન જોઇએ. જણાવી દઇએ કે, હંટર બાઈડેન એ વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિના પ્રથમ પુત્ર છે જેને ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, કોર્ટની જ્યુરીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યાય પ્રણાલી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમની વિરુદ્ધ હથિયારોથી સજ્જ છે. હવે ડેમોક્રેટ નેતાઓ તાજેતરના નિર્ણય અંગે ટ્રમ્પના દાવા પર પ્રતિક્રિયા આપી શકે છે.

Advertisement

ટ્રમ્પે ન્યાયપ્રણાલી પર ઉઠાવ્યા હતા સવાલ

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ફોજદારી કેસમાં ન્યાય અને ન્યૂયોર્કની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા. ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને હશ મની પેમેન્ટના સંબંધમાં ખોટા રેકોર્ડના 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ સાથે તેઓ ગંભીર ગુનામાં દોષિત ઠેરનારા અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા. તેમણે કહ્યું કે, આ હશ મની નથી. આ એક સંપૂર્ણપણે ગોપનીય કરાર હતો, સંપૂર્ણપણે કાનૂની અને સામાન્ય છે. ટ્રમ્પે કહ્યું, 'જ્યાં સુધી ટ્રાયલની વાત છે, તે ખૂબ જ અયોગ્ય હતું. અમારી બાજુના કેટલાક સાક્ષીઓ સાથે શું થયું તે તમે જોયું.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં શખ્સે કરી Gay Club ખોલવાની ડિમાન્ડ, અને પછી…

Advertisement

આ પણ વાંચો - ભારતમાં લોકસભા ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ થવા પર US ની આવી પ્રતિક્રિયા, કહી આ મોટી વાત…

Tags :
Advertisement

.